Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Surat Hit and Run : બહેનને વળાવવા જતાં મહિલાનું મોત, અકસ્માત CCTVમાં કેદ

સુરતના ડીંડોલી વિસ્તારમાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો છે. એક બહેન બીજી બહેનને જમાડ્યા બાદ વળાવવા નીકળી હતી, પરંતુ રસ્તામાં યમરાજ બનીને આવેલા એક વાહનચાલકે પળવારમાં બધું ખતમ કરી નાખ્યું. રોડ ક્રોસ કરતી વખતે બનેલી આ ઘટના કેમેરામાં કેદ થઈ છે, જે જોઈને કોઈનું પણ કાળજું કંપી ઉઠે. શું આરોપી પકડાયો? જાણો પોલીસ તપાસમાં શું બહાર આવ્યું.
surat hit and run   બહેનને વળાવવા જતાં મહિલાનું મોત  અકસ્માત cctvમાં કેદ
Advertisement
  • ડીંડોલી વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતા વાહને સર્જ્યો અકસ્માત
  • બહેનને વળાવવા ગયેલા વંદનાબેન મરાઠેનું ઘટનાસ્થળે જ મોત
  • રોડ ક્રોસ કરતી વખતે મોપેડ ચાલકે મારી જોરદાર ટક્કર
  • અકસ્માત બાદ ચાલક ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ
  • પોલીસે ફૂટેજના આધારે આરોપીને પકડવા તપાસ તેજ કરી

Surat Hit and Run : સુરતમાં બેફામ વાહન હંકારતા ચાલકો વધુ એક નિર્દોષ જિંદગી ભરખી ગયા છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં હિટ એન્ડ રનની એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. રસ્તો ક્રોસ કરી રહેલી બે મહિલાઓને એક પૂરપાટ ઝડપે આવતા મોપેડ ચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ ગોઝારા અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માત સર્જીને ચાલક ભાગી છૂટ્યો હતો, પરંતુ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

Surat Hit and Run : પૂરપાટ ઝડપે આવતા મોપેડ ચાલકે મહિલાનો જીવ લીધો

નવાગામ ડીંડોલી વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર ટ્રાફિક સેફ્ટી સામે સવાલો ઉભા કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અહીં રહેતા 52 વર્ષીય વંદનાબેન મરાઠે શ્રમજીવી હતા અને મહેનત મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. ગત રોજ તેમની બહેન તેમના ઘરે જમવા માટે આવી હતી. ખુશીનો માહોલ હતો અને જમ્યા બાદ વંદનાબેન પોતાની બહેનને વળાવવા માટે ઘરની બહાર રોડ સુધી આવ્યા હતા. બંને બહેનો જ્યારે સાવચેતીપૂર્વક રોડ ક્રોસ કરી રહી હતી, ત્યારે જ યમરાજ બનીને આવેલા એક મોપેડ ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી બંનેને અડફેટે લીધા હતા.

Advertisement

Surat Dindoli Accident

Advertisement

Surat Hit and Run : ઘરનો મોભી છીનવાઈ જતાં આક્રંદ

અકસ્માત એટલો જબરદસ્ત હતો કે વંદનાબેન રસ્તા પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ તેમનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું, જ્યારે બીજી મહિલાને ઈજાઓ પહોંચી હતી. વંદનાબેન પોતે જ ઘરનું આર્થિક ભરણપોષણ કરતા હતા. તેમના અચાનક અવસાનથી મરાઠે પરિવાર નિરાધાર બની ગયો છે અને ઘરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એક સામાન્ય મુલાકાત બાદ બહેનને વળાવવા જતી વખતે બનેલી આ ઘટનાએ સ્થાનિક રહીશોમાં પણ રોષ અને અરેરાટી ફેલાવી છે.

સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ

અકસ્માત સર્જીને માનવતા દાખવવાને બદલે મોપેડ ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં જ ડીંડોલી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજના આધારે તેની ઓળખ અને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Surat: સમરસ હોસ્ટેલમાં ભોજનમાં જીવતા ઉંદરો! નાયબ નિયામકે શું આપ્યો જવાબ?

Tags :
Advertisement

.

×