Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Surat Railway Station : ટિકિટ હોવા છતાં મુસાફરો ધક્કા ખાવા મજબૂર !

Surat Railway Station મુસાફરોથી ભારોભાર છલકાયું છે, સુરતના રેલવે સ્ટેશન પર મુસાફરોના મેળાવડા જેવી સ્થિતી જોવા મળી રહી છે. ઉઘના રેલવે સ્ટેશન પર હોલ્ડિંગ કક્ષ બનાવવામાં આવ્યો છે, હજારોની સંખ્યામાં મુસાફરો મોડી રાતથી જ સ્ટેશન પર રાતવાસો કરી રહ્યા છે, અને પોતાની ટ્રેન આવવાની વાટ જોઇ રહ્યા છે, અને ટિકિટ હોવા છતાં ધક્કા ખાઇ રહ્યા છે.
surat railway station   ટિકિટ હોવા છતાં મુસાફરો ધક્કા ખાવા મજબૂર
Advertisement
  • Surat Railway Station મુસાફરોથી ભારોભાર છલકાયું
  • સુરતમાં હોળી ધુળેટીના પર્વને લઈ રેલવેમાં ભારે ધસારો
  • દક્ષિણ ભારત તથા યુપી-બિહાર જતી ટ્રેનોમાં ગીચોગીચ મુસાફરો
  • ઉધના રેલવે સ્ટેશન પર હોલ્ડિંગ કક્ષ બનાવવામાં આવ્યો
  • હજારો મુસાફરો મોડી રાતથી સ્ટેશન પર રાતવાસ કરી રહ્યા છે
  • અવ્યવસ્થા ન થાય તે માટે GRP અને RPF તૈનાત કરાયા
  • રેલવે વિભાગે દેશભરમાંથી 1200 એક્સ્ટ્રા ટ્રેનો દોડાવી

Surat Railway Station : હીરા નગરી સુરતના રેલવે સ્ટેશન (Surat Railway Station) પર અવ્યવસ્થા ઉજાગર કરતા દ્રશ્યો સામે આવ્યા છે. હોળી ધૂળેટી (Holi - 2026) માટે પોતાના વતન જતા લોકો પાસે ટિકિટ હોવા છતાં તેમને જગ્યાના અભાવે ધક્કા મારવામાં આવી રહ્યા હોવાના આરોપો કરવામાં આવ્યા છે. તહેવારો સમયે રેલવેમાં ગીચોગીચ મુસાફરો જોવા મળી રહ્યા છે. બીજી તરફ રેલવે દ્વારા અવ્યવસ્થા રોકવા માટે જીઆરપી અને આરપીએફના જવાનો તૈનાત કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. હાલની પરિસ્થિતીનો જોતા મુસાફરો દ્વારા ટ્રેનોની સંખ્યા વધારવા માટે માગ કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

આ પણ વાંચો ------- Bhavnagar : માત્ર રૂ. 70 ની લાંચ લેતા ગ્રામ પંચાયતનો VC ઝડપાયો

Advertisement

Surat Railway Station, મુસાફરોના મેળાવડા જેવી સ્થિતી

મોટા ભાગના લોકો હોળી ધૂળેટીના તહેવાર પોતાના દેશ-વતનમાં ઉજવવાનું પસંદ કરે છે, જેને લઇને આ સમયગાળા દરમિયાન કેટલાક ઉદ્યોગોમાં મીની વેકેશન જેવા દ્રશ્યો પણ સર્જાય છે. હાલમાં ખાસ કરીને સુરતમાંથી દક્ષિણ ભારત, યુપી અને બિહારમાં જવા માટે મુસાફરો મોટી સંખ્યામાં રેલવે પર આધાર રાખે છે. હાલ સુરતના રેલવે સ્ટેશન પર મુસાફરોના મેળાવડા જેવી સ્થિતી જોવા મળી રહી છે. ઉઘના રેલવે સ્ટેશન પર હોલ્ડિંગ કક્ષ બનાવવામાં આવ્યો છે, હજારોની સંખ્યામાં મુસાફરો મોડી રાતથી જ સ્ટેશન પર રાતવાસો કરી રહ્યા છે, અને પોતાની ટ્રેન આવવાની વાટ જોઇ રહ્યા છે.

Advertisement

વતનમાં જઇ રહેલા મુસાફરોને ભારે હાલાકી

આ વચ્ચે મુસાફરનું કહેવું છે કે, તેમની પાસે ટિકિટ હોવા છતાં તેમને જગ્યાના અભાવે ધક્કા મારવામાં આવે છે, બીજી તરફ રેલવે દ્વારા અવ્યવસ્થા ના સર્જાય તે માટે જીઆરપી અને આરપીએફ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. રેલવે વિભાગે દેશભરમાં 1200 જેટલી વધારાની ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે, છતાં મુસાફરોને જગ્યાનો અભાવ ભોગવવો પડી રહ્યો છે. પરિવાર સાથે વતનમાં જઇ રહેલા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી તેઓ વધારાની ટ્રેનની માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો -------- Iran Israel War : ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની સરકારને અપીલ, સાઉદી એરપોર્ટ પર ગુજરાતીઓ ફસાયા

Tags :
Advertisement

.

×