Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat Impostor Baba: નકલી નોટના કૌભાંડનો માસ્ટરમાઈન્ડ 'મહારાજ' પ્રદીપ જોટાંગીયા , સુરતના આશ્રમને લાગ્યા કાયમી તાળા!

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) કરોડોની નકલી નોટ છાપવાના રેકેટનો પર્દાફાશ કર્યા બાદ હવે આ તપાસના તાર સુરતના ધોરણ પારડી સ્થિત પ્રદીપ મહારાજના આશ્રમ સુધી લંબાયા છે. આ કૌભાંડમાં આશ્રમનો ઉપયોગ થયો હોવાની આશંકા વચ્ચે રાતોરાત આશ્રમના દરવાજા બંધ (Locked) કરી દેવામાં આવ્યા છે અને વિવાદાસ્પદ લખાણો પણ દૂર કરાયા છે. ગામની પ્રતિષ્ઠાને હાનિ પહોંચતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ આ રહસ્યમય આશ્રમ કાયમ માટે બંધ (Permanent Closure) કરવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે.
surat impostor baba  નકલી નોટના કૌભાંડનો માસ્ટરમાઈન્ડ  મહારાજ  પ્રદીપ જોટાંગીયા   સુરતના આશ્રમને લાગ્યા કાયમી તાળા
Advertisement
  • Surat Impostor Baba: સુરતના પ્રદીપ મહારાજનો આશ્રમ સીલ
  • પ્રદીપ મહારાજના આશ્રમમાં રાતોરાત બોર્ડ બદલાયા અને ગેટ બંધ થયા
  • ગામનું નામ ખરાબ થયું! ધોરણ પારડીના ગ્રામજનોમાં પ્રદીપ મહારાજ સામે ભભૂકતો રોષ
  • નકલી નોટ છાપતો આશ્રમ કાયમ માટે બંધ કરવાની ઉગ્ર માંગ
  • કરોડોની નકલી નોટના કેસમાં તંત્ર અને પોલીસે ઢોંગી બાબા સામે કરી કાર્યવાહી
  • નકલી નોટ કાંડમાં પ્રદીપ મહારાજનો આશ્રમ વિવાદ
  • આશ્રમની રહસ્યમય ગતિવિધિઓથી ગ્રામજનો સ્તબ્ધ

Surat Impostor Baba: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) તાજેતરમાં કરોડોની નકલી નોટ છાપવાના રેકેટનો પર્દાફાશ કર્યા બાદ હવે આ તપાસના તાર સુરત સુધી લંબાયા છે. આ આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર (Mastermind) ગણાતા પ્રદીપ મહારાજના આશ્રમ પર સુરતના ધોરણ પારડી ખાતે ભારે હલચલ જોવા મળી છે. આ ઘટના બહાર આવ્યા બાદ આશ્રમનો મુખ્ય ગેટ (Main Gate) કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે. અંદરથી તાળા મારી દેવાયા છે. આ કેસમાં જેમ જેમ નવી વિગતો બહાર આવી રહી છે, તેમ તેમ પ્રદીપ મહારાજની સંડોવણીને લઈને અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

Surat Impostor Baba 02_GUJARAT_FIRST

Advertisement

Surat Impostor Baba: રહસ્યમય લખાણો દૂર કરાયા

આશ્રમમાં પહેલા જે પ્રકારના કડક નિયમો હતા, તે હવે ધીરે ધીરે બદલાઈ રહ્યા છે. આશ્રમની બહાર પહેલા એવું લખાણ લખવામાં આવ્યું હતું કે 'રજા સિવાય અંદર આવવું નહીં' અને 'પૂછ્યા વગર જે આશ્રમમાં આવશે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી (Legal Action) થશે'. જોકે, નકલી નોટનું કૌભાંડ પ્રકાશમાં આવતા જ આ વિવાદાસ્પદ લખાણોને રાતોરાત બોર્ડ પરથી દૂર કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત સાંજે પ્રદીપ મહારાજનો ભાઈ રાજકોટથી તાત્કાલિક ધોરણ પારડી ખાતેના આશ્રમ પર દોડી આવ્યો હતો. હાલમાં આશ્રમની અંદર બહારના કોઈ પણ વ્યક્તિને પ્રવેશ (Entry) આપવામાં આવતો નથી અને આખું સંકુલ એક રહસ્યમય કિલ્લામાં ફેરવાઈ ગયું છે.

Advertisement

આ પણ વાંચો----- Impact of the Iran-Israel War: ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે ફાર્મા સેક્ટર પર સંકટ, ભાવમાં ધરખમ વધારાની શક્યતા

Surat Impostor Baba: ગ્રામજનોની નારાજગી

ધોરણ પારડી ગામના સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, પ્રદીપ મહારાજના આશ્રમમાં શરૂઆતથી જ સ્થાનિક લોકોને પ્રવેશ આપવામાં આવતો ન હતો અને ત્યાં હંમેશા શંકાસ્પદ ગતિવિધિઓ (Suspicious Activities) થતી હોવાની આશંકા હતી. હવે જ્યારે નકલી નોટ છાપવાનું મોટું રેકેટ પકડાયું છે, ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે આ કૌભાંડને કારણે તેમના શાંત અને પ્રતિષ્ઠિત ગામનું નામ ખરાબ થયું છે. ગામની આબરૂને જે નુકસાન પહોંચ્યું છે તેનાથી લોકો અત્યંત વ્યથિત છે.

Surat Impostor Baba 01_GUJARAT_FIRST

Surat Impostor Baba: આશ્રમ કાયમ માટે બંધ કરવાની ઉગ્ર માંગ

કરોડોની નકલી નોટોના (Fake Currency) આ કૌભાંડમાં આશ્રમનો ઉપયોગ થયો હોવાની પ્રાથમિક વિગતોને પગલે સ્થાનિકો હવે એકજુઠ થયા છે. ગ્રામજનો એક સૂરે માંગ કરી રહ્યા છે કે આ આશ્રમ તાત્કાલિક અને કાયમ માટે બંધ (Permanent Closure) કરી દેવામાં આવે. લોકોનું માનવું છે કે ધર્મના નામે ચાલતી આવી અનૈતિક પ્રવૃત્તિઓ સમાજ માટે ખતરારૂપ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આ મામલે ઝીણવટભરી તપાસ (Investigation) કરી રહી છે અને આગામી દિવસોમાં આશ્રમમાંથી નકલી નોટ છાપવા માટે વપરાતા સાધનો કે અન્ય પુરાવાઓ મળી આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચો----- Vav-tharad: કોંગ્રેસમાં મોટું ગાબડું! નેતાઓથી નારાજ કાર્યકરો હવે ભાજપના શરણે

Tags :
Advertisement

.

×