ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : ઓલપાડના કીમ ગામે મુસાફરોથી ભરેલ રિક્ષા ખુલ્લી ગટરમાં ખાબકતાં અફરાતફરી મચી ગઈ

ઓલપાડના કીમ નજીક સ્ટેટ હાઈવેની ખુલ્લી ગટરમાં ગત રાત્રે મુસાફરોથી ભરેલ રિક્ષા ખુલ્લી ગટરમાં ખાબકી હતી. વાંચો વિગતવાર.
01:04 PM Jul 26, 2025 IST | Hardik Prajapati
ઓલપાડના કીમ નજીક સ્ટેટ હાઈવેની ખુલ્લી ગટરમાં ગત રાત્રે મુસાફરોથી ભરેલ રિક્ષા ખુલ્લી ગટરમાં ખાબકી હતી. વાંચો વિગતવાર.
Rikshaw Gujarat First-26-07-2025-

Surat : ઓલપાડના કીમ ગામે તંત્રના વાકે જનતા પરેશાન થઈ રહી છે. ગત રાત્રે કીમ સ્ટેટ હાઈવેની ખુલ્લી ગટરમાં મુસાફરોથી ભરેલ એક રિક્ષા ખાબકી હતી. આ ઘટના બાદ સ્થાનિકો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ સમયસર અને ભારે જહેમતથી રિક્ષા ગટરમાંથી બહાર કાઢી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. અવાર નવાર આ ખુલ્લી ગટરમાં વાહનો ખાબકે છે. વારંવાર જાણ કરવા છતાં નિંભર તંત્ર કુંભકરણ નિંદ્રામાંથી જાગતું નથી.

સમગ્ર ઘટનાક્રમ

ગતરાત્રે સુરતના ઓલપાડના કીમ ગામે સ્ટેટ હાઈવેની ખુલ્લી ગટરમાં મુસાફરો ભરેલ એક આખી રિક્ષા જ ગરકાવ થઈ ગઈ હતી. આ ઘટનાથી અફરાતફરી સર્જાઈ હતી. સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ માનવતા દાખવીને મહાજહેમતે આખી રિક્ષા બહાર કાઢી હતી. આ અકસ્માતગ્રસ્ત થયેલ રિક્ષામાં હાજર મુસાફરોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાનું કારણ રિક્ષા ચાલકનો સ્ટીયરિંગ પર કાબુ ગુમાવવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા. આ અકસ્માતમાં રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો.

આ પણ વાંચોઃ Kargil Vijay Diwas 2025 : નેવીના પૂર્વ ઓફિસર મનન ભટ્ટે ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાતચીત, ભીની આંખોએ શહીદોને પાઠવી શ્રદ્ધાંજલિ

અવાર નવાર સર્જાય છે અકસ્માત

સુરતના ઓલપાડના કીમ ગામે સ્ટેટ હાઈવે પરની ખુલ્લી ગટરમાં અવાર નવાર અકસ્માત સર્જાય છે. જાન માલનું નુકસાન પણ થતું હોય છે. જો કે અવાર નવાર સતત રજૂઆતો તંત્રને કરવામાં આવતી હોવા છતાં નિંભર તંત્ર જાણે કોઈ મોટા અકસ્માતની રાહ જોતું હોય તેમ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવતી નથી. ગતરાત્રે બનેલ આ અકસ્માતમાં જો કોઈ જાનહાનિ થઈ હોત તો તેની જવાબદાર કોણ, આવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ, વલસાડના કપરાડામાં 7 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSKeem villageLocals rescueOlpadRickshaw accidentrickshaw falls in drainSuratSurat administration negligenceSurat road safety issue
Next Article