Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલનું પ્રેરણાદાયી પગલું, સહપરિવાર સફાઈ દૂતો સાથે કર્યું ભોજન

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી સ્વચ્છતા દૂતો પ્રત્યે આભાર પણ વ્યક્ત કર્યો છે.
surat   કેન્દ્રીય જળશક્તિ મંત્રી cr પાટીલનું પ્રેરણાદાયી પગલું  સહપરિવાર સફાઈ દૂતો સાથે કર્યું ભોજન
Advertisement
  1. દિવાળી પૂર્વે Surat ને સ્વચ્છ રાખનારા સ્વચ્છતા દૂતોનો કેન્દ્રીય મંત્રી CR પાટીલે માન્યો આભાર
  2. પોતાનાં નિવાસસ્થાને સ્વચ્છતા દૂતો માટે ભોજનનું ખાસ આયોજન કર્યું
  3. CR પાટીલ પોતાનાં નિવાસસ્થાને સ્વચ્છતા દુતોને જમાડ્યા, દિવાળીની શુભેચ્છા પાઠવી
  4. આ સમર્પિત સાથીદારોનાં સમર્પણ-મહેનતથી સુરતે સ્વચ્છતા ક્ષેત્રે દેશમાં એક અનોખી ઓળખ મેળવી છે : CR પાટીલ

Surat : દિવાળીનાં તહેવારને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે સુરતમાં દિવાળીનાં (Diwali Festival 2025) શુભ પ્રસંગને ધ્યાનમાં રાખીને હંમેશા કંઈક નવું કરવા માટે જાણીતા એવા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ (CR patil) દ્વારા તેમના સુરત ખાતેનાં નિવાસસ્થાને સ્વચ્છતા દૂતો માટે ભોજનનું ખાસ આયોજન કરાયું હતું, જેમાં સુરત શહેરને સ્વચ્છ રાખનાર મહિલાઓ સહિતનાં સફાઇકર્મીઓએ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓની મજા માણી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી સ્વચ્છતા દૂતો પ્રત્યે આભાર પણ વ્યક્ત કર્યો છે.

Advertisement

આ પણ વાંચો - અમદાવાદમાં વિકાસ સપ્તાહની ઉજવણી, 1.11 કરોડ પોસ્ટકાર્ડથી PM મોદીનો 'જન આભાર'

Advertisement

Surat ને સ્વચ્છ રાખનારા સ્વચ્છતા દૂતોને કેન્દ્રીયમંત્રી CR પાટીલે જમાડ્યા

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ (CR patil) દ્વારા આજે તેમના સુરત ખાતેનાં નિવાસસ્થાને શહેરને સાફ અને સ્વચ્છ રાખનારા 'સ્વચ્છતા દૂતો' માટે ભોજનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સ્વચ્છતાના ક્ષેત્રમાં સુરતને (Surat) દેશભરમાં એક અનોખી ઓળખ અપાવવા માટે તમામ સ્વચ્છતા દૂતોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ ભોજન કાર્યક્રમમાં મહિલાઓ સહિતનાં સ્વચ્છતા દૂતો હાજર રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સહપરિવાર સફાઈ દૂતો સાથે ભોજન લીધું હતું. કેન્દ્રીય મંત્રીએ મહેમાનની જેમ સફાઈકર્મીઓને પોતાના નિવાસસ્થાને જમાડ્યા અને સ્વચ્છતા દૂતોનું સાચું સન્માન કર્યું છે.

આ પણ વાંચો - VGRC Mehsana : CM ભૂપેન્દ્ર પટેલ અને જાપાનનાં રાજદૂત વચ્ચે મુલાકાત, કહ્યું- ગુજરાતમાં રોકાણ માટે..!

'સ્વચ્છ ભારત' સંકલ્પને સાકાર કરવામાં સ્વચ્છતાદૂતોનો ફાળો અનુકરણીય : CR પાટીલ

આ અંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે પોસ્ટ પણ કરી છે, જેમાં તેમણે લખ્યું કે, 'દિવાળીનાં શુભ પ્રસંગે, મને સુરતમાં મારા નિવાસસ્થાને સ્વચ્છતા દૂતો સાથે ભોજન કરવાનો મોકો મળ્યો. આ સમર્પિત સાથીદારોનાં સમર્પણ અને મહેનત દ્વારા જ સુરતે સ્વચ્છતાનાં ક્ષેત્રમાં દેશભરમાં એક અનોખી ઓળખ મેળવી છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના (PM Narendra Modi) "સ્વચ્છ ભારત" નાં સંકલ્પને સાકાર કરવામાં આપણા સ્વચ્છતા દૂતોનું યોગદાન અનુકરણીય છે. તેમના સમર્પણ અને સેવાની ભાવનાએ સુરતને માત્ર સ્વચ્છ શહેર જ નહીં પરંતુ, એક પ્રેરણાદાયી શહેર બનાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. બધા સ્વચ્છતા દૂતોને મારા હૃદયપૂર્વકના વંદન અને પ્રકાશના તહેવાર માટે મારી હાર્દિક શુભેચ્છાઓ.'

આ પણ વાંચો - VGRC Mehsana: કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદથી મહેસાણા રેલવેમાં મુસાફરી કરી

Tags :
Advertisement

.

×