Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat: લક્ષ્મી ડાયમંડ પર મોડી રાતથી ફરી આઈટી ત્રાટકી, વસંત ગજેરા પણ દોડી આવ્યા

Surat: ડાયમંડ સિટી સુરતના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા અને તેમના ગજેરા ગ્રુપ (લક્ષ્મી ડાયમંડ) પર છેલ્લા છ દિવસથી ચાલી રહેલી આવકવેરા વિભાગ (Income Tax)ની તપાસમાં નાટકીય વળાંક આવ્યો છે. એક તરફ તપાસ પૂર્ણ થયાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યાં બીજી તરફ મોડી રાત્રે ફરીથી દરોડા પાડવામાં આવતા ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
surat  લક્ષ્મી ડાયમંડ પર મોડી રાતથી ફરી આઈટી ત્રાટકી  વસંત ગજેરા પણ દોડી આવ્યા
Advertisement
  • Surat:  ગજેરા ગ્રુપની લક્ષ્મી ડાયમંડ પર ફરી તપાસ
  • છઠ્ઠા દિવસે તપાસ પૂર્ણ કરી ગયેલી IT વિભાગે મોડી રાતથી ફરી તપાસ હાથ ધરી
  • લક્ષ્મી ડાયમંડ કંપની પર હાલ પણ પોલીસ બંદોબસ્ત
  • વસંત ગજેરા પણ કંપની પર પહોંચ્યા
  • વિભાગને તપાસમાં કંઈક મળ્યું હોવાની આશંકા
  • શા માટે IT વિભાગે ફરી રેડ કરવી પડી તે એક સવાલ

Surat: ડાયમંડ સિટી સુરતના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા અને તેમના ગજેરા ગ્રુપ (લક્ષ્મી ડાયમંડ) પર છેલ્લા છ દિવસથી ચાલી રહેલી આવકવેરા વિભાગ (Income Tax)ની તપાસમાં નાટકીય વળાંક આવ્યો છે. એક તરફ તપાસ પૂર્ણ થયાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યાં બીજી તરફ મોડી રાત્રે ફરીથી દરોડા પાડવામાં આવતા ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

CA સામે કડક કાર્યવાહીની તૈયારી

આ તપાસ દરમિયાન સૌથી નોંધપાત્ર બાબત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) સામેની કાર્યવાહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન સંબંધિત CA દ્વારા આવકવેરાના અધિકારીઓને પૂરતો સહકાર આપવામાં આવ્યો ન હતો. આથી, વિભાગ હવે આ CA સામે કડક કાનૂની પગલાં લેવાની તૈયારી કરી રહ્યું છે. સીએ એસોસિએશનને પણ આ અંગે જાણ કરવામાં આવી છે અને તેમનું લાયસન્સ રદ કરવા સુધીની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

Surat-IT- raid- Gujarat first

Advertisement

લક્ષ્મી ડાયમંડ પર ફરીથી તપાસનો દોર

છ દિવસની લાંબી તપાસ બાદ આઈટીની ટીમ રવાના થઈ હોવાનું લાગતું હતું, પરંતુ મોડી રાત્રે અચાનક અધિકારીઓનો કાફલો ફરી લક્ષ્મી ડાયમંડ કંપની પર ત્રાટક્યો હતો.

પોલીસ બંદોબસ્ત: કંપનીની બહાર હજુ પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત છે.
વસંત ગજેરાની હાજરી:બીજી વખતની રેડ દરમિયાન ઉદ્યોગપતિ વસંત ગજેરા પોતે પણ કંપની પર પહોંચ્યા હતા.
નવી આશંકા: તપાસ પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં ફરી રેડ થતા એવી આશંકા સેવાઈ રહી છે કે વિભાગને કંઈક એવા પુરાવા અથવા દસ્તાવેજો મળ્યા છે જે મોટી કરચોરી તરફ ઈશારો કરે છે.

Surat-IT- raid- Gujarat first

કરોડોની કરચોરી બહાર આવવાની શક્યતા

તપાસ દરમિયાન જપ્ત કરાયેલા દસ્તાવેજોની અત્યારે ઉલટ તપાસ (Cross-verification) ચાલી રહી છે. આઈટી વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓના વિશ્લેષણ બાદ કરચોરીનો આંકડો ઘણો મોટો હોઈ શકે છે. હાલમાં અધિકારીઓ મૌન સેવી રહ્યા છે, પરંતુ આગામી દિવસોમાં સુરતની આ અત્યાર સુધીની સૌથી મોટી તપાસમાં મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચો:  Ahmedabad: મેયર સમયસર પણ કોર્પોરેટરો ગેરહાજર! ગાર્ડન ઉદ્ઘાટન કાર્યક્રમમાં માત્ર બે કોર્પોરેટરો જ હાજર

Tags :
Advertisement

.

×