Surat Jain Community protest: સાધુ-સાધ્વીજીઓના અકસ્માત સામે જૈન સમાજ આક્રમક, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
Surat Jain Community protest: સુરત (Surat) શહેરમાં આજે જૈન સમુદાય દ્વારા સાધુ-સાધ્વીજીઓના વિહાર વેળા દરમિયાન થતા અકસ્માતોના વિરોધમાં એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના રેવા (Rewa) ખાતે માર્ગ અકસ્માતમાં દિગંબર જૈન સાધ્વીજીઓ શ્રુતમતી માતાજી અને ઉત્સવ માતાજીના દુઃખદ અવસાન તેમજ ચોટીલા (Chotila) પાસે ઓમકાર શિખર વિજયજી મહારાજ સાહેબના નિધન બાદ જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Surat માં જૈન સમાજનું શક્તિ પ્રદર્શન
પારલે પોઈન્ટ (Parle Point) થી નીકળેલી આ રેલીમાં દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી અને તેરાપંથી સહિતના સમગ્ર જૈન સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ મૌન રેલી મારફતે સમાજે અકસ્માતોની ઘટનાઓ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. રેલી કલેક્ટર કચેરી (Collector Office) પહોંચી હતી, જ્યાં જૈન અગ્રણીઓએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરી હતી.
શું છે મુખ્ય માગણીઓ?
જૈન સમાજે સરકાર સમક્ષ માગ કરી છે કે, સાધુ-સાધ્વીજીઓના વિહાર દરમિયાન થતા અકસ્માતના કેસોને 'ફાસ્ટ ટ્રેક કોર્ટ' (Fast Track Court) માં ચલાવવામાં આવે. આ ઉપરાંત, આ પ્રકારના અકસ્માતોમાં કસૂરવાર ડ્રાઈવરો અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી કરુણ ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.
આ પણ વાંચો: Patan News: પાટણના વિકાસ માટે એકજુટ, ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના સદસ્યો એક મંચ પર


