Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat: પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવવાના આક્ષેપથી ખળભળાટ, મંત્રી આવ્યા પીડિત પરિવારની વ્હારે

સુરતના કામરેજમાં બે સંતાનોની માતાને લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ થઈ છે. રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ પીડિત પરિવારની મુલાકાત લઈ ન્યાયની ખાતરી આપી છે. તેમણે આક્ષેપ કર્યો કે આરોપીએ પતિને ધમકાવવા વકીલનો ઉપયોગ કર્યો હતો. હાલ પોલીસ વડાને ઊંડાણપૂર્વક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
surat  પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવવાના આક્ષેપથી ખળભળાટ  મંત્રી આવ્યા પીડિત પરિવારની વ્હારે
Advertisement
  • Surat: હિન્દુ મહિલાને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરાવવાનો આક્ષેપ
  • આરોગ્ય મંત્રી પ્રફુલભાઇ પાનસેરિયાએ પીડિત પરિવારની મુલાકાત કરી
  • આરોગ્ય મંત્રીએ સરકાર પીડિત પરિવારની સાથે તેવું આશ્વાસન આપ્યું

Surat: સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કરજણ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક હિન્દુ પરિણીત મહિલાને મુસ્લિમ યુવક દ્વારા પ્રેમજાળમાં (Love Trap) ફસાવવામાં આવી હોવાના આક્ષેપ સાથે કામરેજ પોલીસ મથકે (Kamrej Police Station) લેખિત અરજી કરવામાં આવી છે. આ મહિલા બે સંતાનોની માતા છે અને તેને લાલચ આપી, ફોસલાવીને ધર્મ પરિવર્તન (Proselytism) કરાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પીડિત મહિલાના પતિએ આક્ષેપ કર્યો છે કે તેની પત્નીનું સંપૂર્ણપણે બ્રેઈન વોશ (Brainwashing) કરવામાં આવ્યું છે, જેના કારણે હસતું-રમતું પરિવાર વિખેરાઈ ગયું છે. આ મામલે હિન્દુ સંગઠનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

surat_GujaratFirst 2

Advertisement

મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ પરિવારની લીધી મુલાકાત

આ સડયંત્રની જાણ થતા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા ( Praful Pansheriya) એ તાત્કાલિક પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. મંત્રીએ પરિવારના સભ્યો સાથે વાતચીત કરી તેમને સાંત્વના પાઠવી હતી અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર (State Government) આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા કટિબદ્ધ છે. મંત્રીએ વધુમાં ખુલાસો કર્યો હતો કે આરોપી મુસ્લિમ યુવકે પીડિત મહિલાના પતિને ડરાવવા માટે વકીલ મારફતે ધમકીઓ પણ અપાવી હતી. સરકાર પીડિત પરિવારની પડખે છે અને ન્યાય અપાવવા માટે તમામ પ્રયાસો કરશે તેવી ખાતરી તેમણે આપી હતી.

Advertisement

surat_GujaratFirst 33

પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના

સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ સુરત જિલ્લા પોલીસ વડા સાથે સીધી ચર્ચા કરી છે. તેમણે આ રેકેટમાં અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ કરવા અને આરોપીઓ સામે કડક કાયદાકીય પગલાં ભરવા સૂચના આપી છે.  કામરેજ પોલીસ દ્વારા હાલ પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:Vav-Tharad: પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવકનું Kidnapping, પરિવાર મૂકાયો ચિંતામાં, જાણો મામલો

Tags :
Advertisement

.

×