"તમારા જ ગામનો ટપોરી લોકોને મારી રહ્યો છે એ શું છે?" Chirag Goti મામલે રાજકારણ ગરમાયું
- Surat Chirag Goti Case: વાટલિયા પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ નંદલાલ પાંડવે કરી પોસ્ટ
- "સામાજના એક કાર્યક્રમમાં મોટી મોટી વાતો કરી હતી વિનુભાઈએ"
- પ્રજાપતિ વાટલિયા સમાજના પૂર્વ પ્રમુખની પોસ્ટ પર વિનુભાઈ મોરડિયાનું નિવેદન
Surat Chirag Goti Case: ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતના કતારગામ (Katargam) વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી માથાભારે છાપ ધરાવતા ચિરાગ ગોટી (Chirag Goti) મામલે વિવાદ વકર્યો છે. આ મામલે હવે જ્ઞાતિવાદ અને રાજકીય આક્ષેપબાજી થઈ રહી છે. વાટલિયા પ્રજાપતિ સમાજ (Vataliya Prajapati Samaj) ના પૂર્વ પ્રમુખ અને ભાજપના જ આગેવાન નંદલાલ પાંડવ (Nandlal Pandav) દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટને પગલે રાજકારણ ગરમાયું છે.
સમાજને એક થવા હાકલ
નંદલાલ પાંડવે પોતાની પોસ્ટમાં પ્રજાપતિ સમાજને અન્યાય થઈ રહ્યો હોવાની લાગણી વ્યક્ત કરી છે. તેમણે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા (Vinubhai Moradiya) સામે સીધા સવાલો ઉભા કર્યા છે. પાંડવે ઉલ્લેખ કર્યો કે સમાજના એક કાર્યક્રમમાં વિનુભાઈએ મોટી મોટી વાતો કરી હતી કે અસામાજિક તત્વોએ કતારગામ છોડી દેવું જોઈએ અને છેલ્લા 8 વર્ષથી કોઈ ગેંગ અહીં રહેવા દીધી નથી. નંદલાલ પાંડવે પ્રશ્ન કર્યો છે કે, "જો કોઈ ગેંગ નથી તો પછી તમારા જ ગામનો આ ટપોરી આટલી હદે લોકોને માર મારી રહ્યો છે તે શું છે?"
Chirag Goti ની રાજકીય સાંઠગાંઠથી રોષ!
વધુમાં, તેમણે આક્ષેપ કર્યો છે કે વોર્ડ નંબર 7 માં સરકારી શાળા (Government School) બનવા દેવામાં આવતી નથી અને નીતિ-નિયમોની ઉપરવટ જઈને શાળાનું સ્થળ બદલી નાખવામાં આવ્યું છે. આ બહાને પ્રજાપતિ સમાજને ટાર્ગેટ બનાવી હેરાન કરવામાં આવી રહ્યો હોવાનો સૂર તેમણે આલાપ્યો છે. ચિરાગ ગોટી અને રાજકીય નેતાઓની સાઠગાંઠને લઈને સોશિયલ મીડિયામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
Chirag Goti મામલે MLA વિનુભાઈ મોરડિયાનો ખુલાસો
સામે પક્ષે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ આ તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. તેમણે સ્પષ્ટતા કરી કે ચિરાગ ગોટી સાથેના ફોટા માત્ર તેમના એકના નથી, પરંતુ અનેક નેતાઓ સાથે તેના ફોટા વાયરલ થયા છે. વિનુભાઈએ દાવો કર્યો કે ચિરાગ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party - AAP) ના સ્ટેજ પર પણ બેઠેલો જોવા મળ્યો છે અને તેણે ખેસ પણ પહેર્યો હતો.
'ગુનેગાર કોઈ સમાજનો હોતો નથી'
વિનુભાઈએ જણાવ્યું હતું કે, "અમે જાહેર જીવનમાં છીએ, જ્યારે કોઈ કાર્યક્રમમાં જઈએ કે કોઈ આમંત્રણ આપવા આવે ત્યારે ફોટા પડાવે છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ ગુનો કરે છે ત્યારે તે માત્ર ગુનેગાર (Criminal) જ હોય છે, તે કોઈ પક્ષ કે સમાજનો હોતો નથી." તેમણે વધુમાં ઉમેર્યું કે ચિરાગ પાંચ વર્ષ પહેલા ગુંડા તરીકે જાહેર હતો, પરંતુ ત્યારે કોઈએ ફરિયાદ કરી નહોતી. હવે જ્યારે ફરિયાદ થઈ છે ત્યારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં આ મુદ્દો સુરતના રાજકારણમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
આ પણ વાંચોઃ Bhavnagar: "સામાન્ય દુખાવો છે" કહી ડોક્ટરે ઘરે મોકલ્યા ને મહિલાનું મોત, પરિવારના ગંભીર આક્ષેપ
ચિરાગ ગોટીના પિતાની પણ ધરપકડ
ચિરાગ ગોટીના કેસમાં તેના પિતા ઘનશ્યામ ગોટીની પણ ધરપકડ કરવામાં આવી છે. ચોકબજાર પોલીસે જીગ્નેશ વ્યાસની ખંડણી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. હજુ ભાઈ નિરાંત, યુવરાજ જાધવ સહિત અન્ય ત્રણ શખ્સો ફરાર છે. લોકોને માર મારતી ચિરાગ ગેંગ સામે પોલીસે ગાળિયો કસ્યો છે. બિલીમોરાના વેપારી અને અન્યનું અપહરણ કર્યાની પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભોગ બનનાર કુલ 10 લોકોએ ફરિયાદ નોંધાવી છે. ચિરાગ પર વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરવાનો આરોપ છે. શહેર SOG પણ હાલ આ કેસમાં તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ Surat: MLA વિનુભાઈ મોરડીયાનું અસામાજિક તત્વોને અલ્ટીમેટમ, ગમે તેવો વગદાર હશે તો પણ...!
આ પણ વાંચોઃ Surat:"મારા કપડાં ઉતારી યાતનાઓ આપી": પીડિતનો ચિરાગ ગોટી પર ગંભીર આરોપ


