Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat: 'મારી પાસે વહુને દેવા કંઈ નહોતું એટલે ચોરી કરી', કતારગામમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

સુરતના કતારગામમાં ભાડુઆત મહિલાએ મકાનમાલિકના ઘરેથી 17.77 લાખના ઘરેણાની ચોરી કરી હતી. જેઠની દીકરીના પ્રસંગે કબાટ ખોલતા ચોરીનો ખુલાસો થયો હતો. પોલીસે તપાસ કરતા ત્રણ માસ પહેલા રહેવા આવેલી ભાડુઆત ઉષા ટાંકે વહુને કરિયાવર આપવાની લાલચમાં આ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
surat   મારી પાસે વહુને દેવા કંઈ નહોતું એટલે ચોરી કરી   કતારગામમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
Advertisement
  • Surat: Surat માં પુત્રવધૂને કરિયાવર આપવા સાસુએ કરી ચોરી
  • કતારગામની કંટારેશ્વર સોસાયટીમાં બની ચોરીની ઘટના
  • શિલ્પા પદમાણીના ઘરમાંથી લાખોના ઘરેણાની થઈ ચો

Surat: શહેરના કતારગામ (Katargam) વિસ્તારમાં આવેલી કંટારેશ્વર સોસાયટીમાં એક ચોંકાવનારી ઘરફોડ ચોરીની ઘટના મોટો ખુલાસો થયો છે. એક મહિલાએ પોતાની પુત્રવધૂને કરિવાર આપવા માટે આ લાખોના સોનાના દાગીનીાની ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કબાટ ખુલતાં જ પરિવાર સ્તબંધ થઈ ગયો

મળતી જાણકારી અનુસાર કંટારેશ્વર સોસાયટી (Kantareshwar Society) માં તાજેતરમાં ચોરીની ઘટના બની હતી.અહીં રહેતા શિલ્પાબેન પદમાણીએ જેઠની દીકરીના ચાંદલાના પ્રસંગ માટે કબાટ (Cupboard)ખુલ્યું હતુ. કબાટ ખોલતાંની સાથે જ અંદાજે 17.77 લાખ રૂપિયાના સોનાના દાગીના ગાયબ હોવાનું જણાતા સમગ્ર પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. આ મામલે તુરંત કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Advertisement

ભાડુઆત મહિલા નીકળી ચોર

પોલીસે ગુનાની ગંભીરતા સમજી ટેકનિકલ સર્વેલન્સ અને શંકાસ્પદોની પૂછપરછ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસની શંકાની સોય ઘરમાં જ રહેતી ભાડુઆત મહિલા તરફ ગઈ હતી. માત્ર ત્રણ મહિના પહેલા જ રહેવા આવેલી ઉષા ટાંકે આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આરોપી મહિલાએ ઘરના પાછળના દાદરના ભાગેથી પ્રવેશ કરી કબાટમાં રાખેલા લાખોના દાગીનાની ચોરી કરી હતી.

Advertisement

મહિલાએ ચોરીની કબૂલાત કરી

કતારગામ પોલીસની કડક પૂછપરછમાં આરોપી મહિલા ભાંગી પડી હતી અને પોતાની સંડોવણી કબૂલી હતી. મહિલાની કબૂલાતે પોલીસને પણ આશ્ચર્યમાં મૂકી દીધી હતી. આરોપી મહિલાએ જણાવ્યું કે, અગાઉ તેણે પોતાના પુત્રના લગ્ન (Marriage) કર્યા હતા, પરંતુ તે સમયે તે પોતાની પુત્રવધૂને કરિયાવર આપી શકી નહોતી. વહુને કરિયાવરમાં સોનાના દાગીના આપવાની લાલચમાં તેણે આ મોટું સાહસ કર્યું હતું.

પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

હાલમાં પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર (Recovery) કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. પુત્રવધૂને ખુશ કરવા જતાં સાસુએ જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે. કતારગામ પોલીસે આરોપી મહિલાની ધરપકડ (Arrest) કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Surat માં ખતરનાક ષડયંત્ર, ભાગીદારને ફસાવવા કારમાં છૂપાવ્યું Drugs, Chirag Goti ની ગેંગનો પર્દાફાશ!

Tags :
Advertisement

.

×