Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Surat: MLA વિનુભાઈ મોરડીયાનું અસામાજિક તત્વોને અલ્ટીમેટમ, ગમે તેવો વગદાર હશે તો પણ...!

સુરતના કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડીયાએ સમૂહ લગ્નના કાર્યક્રમમાં અસામાજિક તત્વોને કડક અલ્ટીમેટમ આપતા જણાવ્યું કે, દીકરીઓની છેડતી કરનારને FIR વગર પણ સજા કરવામાં આવશે. તેમણે ગેરંટી આપી કે ગુનેગાર ભલે ગમે તેટલો વગદાર હોય કે તેમનો અંગત માણસ હોય, તેને  24 કલાકમાં જેલભેગો કરવામાં આવશે.
surat  mla વિનુભાઈ મોરડીયાનું અસામાજિક તત્વોને અલ્ટીમેટમ  ગમે તેવો વગદાર હશે તો પણ
Advertisement
  • Surat: MLA વિનુભાઈ મોરડીયાનું અસામાજિક તત્વોને અલ્ટીમેટમ
  • સુરતમાં સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિના સમૂહ લગ્નમાં આપ્યું નિવેદન
  • "અસામાજિક તત્વો હોય તે સુધરી જાય નહિતર કતારગામ છોડી દે"

Surat MLA Vinubhai Mordia Statement: સુરત શહેરના કતારગામ (Katargam) વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી સ્થાનિક ધારાસભ્ય વિનુભાઈ મોરડીયા (Vinubhai Mordiya) દ્વારા એક કડક અને ગંભીર ચેતવણી આપવામાં આવી છે. તાજેતરમાં સુરત ખાતે યોજાયેલા સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ (Samast Vataliya Prajapati Samaj) ના સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે અસામાજિક તત્વોને ધાક બેસાડી હતી.

અસમાજિક તત્વોને સીધી ચેતવણી

ધારાસભ્ય વિનુભાઈ મોરડીયાએ મંચ પરથી ગર્જના કરતા જણાવ્યું હતું કે, કતારગામમાં હવે કોઈ ગેંગ (Gang) અસ્તિત્વમાં નથી. તેમણે પડકાર ફેંકતા કહ્યું કે, "જો હજુ પણ કોઈ તત્વો કે ગેંગ સક્રિય હોય તો મને બતાવજો, હું તેને જોઈ લઈશ." તેમણે સ્પષ્ટ શબ્દોમાં અલ્ટીમેટમ (Ultimatum) આપ્યું હતું કે જે અસામાજિક તત્વો છે તે કાં તો પોતાની પ્રવૃત્તિઓ સુધારી લે, અથવા તો કતારગામ છોડી દે.

Advertisement

Advertisement

બહેન-દીકરીઓની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા

મહિલા સુરક્ષા અંગે વિશેષ ભાર મૂકતા ધારાસભ્યએ કહ્યું કે, મારા વિસ્તારની બહેન-દીકરીઓની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી મારી છે. દીકરીઓની છેડતી (Harassment) કરનારા તત્વો માટે તેમણે કડક વલણ અપનાવતા કહ્યું કે, જો કોઈ દીકરીની છેડતી કરતા પકડાશે, તો FIR (First Information Report) ની પ્રક્રિયાની રાહ જોયા વગર જ તેને પાઠ ભણાવવામાં આવશે.

આ પણ વાંચોઃ Surat: ઔરંગાબાદથી સુરત સુધીનું કનેક્શન! બાળકીને વેચવાનો મનસૂબો નાકામ

"મારી ગાડીમાં બેઠેલો માણસ હશે તો પણ નહીં છોડું"

વિનુભાઈએ પોતાની નૈતિકતા અને કડક છબી રજૂ કરતા એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, "ભલે ગમે તેટલો વગદાર (Influential) વ્યક્તિ કેમ ન હોય, જો તે ગુનો કરશે તો તેને 24 કલાકમાં જેલ (Jail) ભેગો કરવાની હું ગેરંટી આપું છું. એટલું જ નહીં, જો ગુનો કરનાર વ્યક્તિ મારી પોતાની ગાડીમાં બેઠેલો હશે અથવા મારો નજીકનો કાર્યકર હશે, તો પણ તેને છોડવામાં આવશે નહીં."

આ પણ વાંચોઃ Surat: ખંડણી કેસમાં વધુ એક AAP નેતાની ધરપકડ, મહેન્દ્ર ગૌસ્વામી પોલીસ સકંજામાં

Tags :
Advertisement

.

×