સુરતમાં ખાડીપૂર બાદ યુદ્ધના ધોરણે સહાયની કામગીરી: 20,745 અસરગ્રસ્તોને 4.68 કરોડની આર્થિક મદદ ચૂકવાઈ
Surat Khadi Flood Relief: સુરતમાં ખાડીપૂર (Khadi Flood) બાદ તંત્ર દ્વારા 6 તાલુકાના 20,745 અસરગ્રસ્તોને 4.68 કરોડની આર્થિક સહાય ચૂકવાઈ છે. રવિવારે 3690 પૂરપીડિતોને 84 લાખની કેશ ડોલ્સ અને 1231 પરિવારોના ખાતામાં 61.80 લાખની ઘરવખરી નુકસાની સહાય જમા કરવામાં આવી છે.
Advertisement
Surat Khadi Flood Relief: સુરત (Surat) શહેરમાં તાજેતરમાં આવેલા ભયાનક ખાડીપૂર (Khadi Flood) બાદ અસરગ્રસ્ત નાગરિકોને પુનઃવસન માટે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સહાય વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. પૂરના પાણી ઓસરતાની સાથે જ સરકાર દ્વારા કેશ ડોલ્સ (Cash Dolls) અને ઘરવખરી નુકસાનીની સહાય આપવાની પ્રક્રિયા વેગવંતી બનાવવામાં આવી છે. રવિવારના રજાના દિવસે પણ તંત્ર દ્વારા 3690 થી વધુ લાભાર્થીઓને સીધી આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી.

