સુરતમાં ખાડીપૂરનું સંકટ: CM ભૂપેન્દ્રભાઇ પટેલ, સી.આર. પાટીલ અને હર્ષભાઇ સંઘવીની મોટી બેઠક
Surat Flood News: સુરતમાં વરસાદ બાદ સર્જાયેલી ખાડીપૂરની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી, સ્થાનિક ધારાસભ્યો અને મનપાના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં રાહત કામગીરીની ચર્ચા કરાઈ હતી અને ત્યારબાદ મુખ્યમંત્રી પોતે અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેશે.
Advertisement
Surat Flood News: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે સુરત (Surat) શહેરમાં સર્જાયેલી ખાડીપૂરની સ્થિતિને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Patel) ની અધ્યક્ષતામાં એક મહત્વની અને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વરસાદ બાદ શહેરમાં ઉભી થયેલી પરિસ્થિતિ, પાણીના ભરાવા અને રાહત કામગીરી અંગે ઝીણવટભરી ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી.

