Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat : પતંગની દોરીએ પિતા-પુત્રીનો જીવ લીધો, માતાની હાલત ગંભીર

Surat : સુરતથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જ્યાં ઉતરાયણ પર્વની ખુશીઓ વચ્ચે પતંગના કાતિલ દોરાએ એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. સુરતમાં પતંગની ઘાતક દોરીના કારણે સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં પિતા અને પુત્રીનું કરુણ મોત નીપજ્યું છે
surat   પતંગની દોરીએ પિતા પુત્રીનો જીવ લીધો  માતાની હાલત ગંભીર
Advertisement
  • પતંગના કાતિલ દોરાએ બે લોકોનો લીધો જીવ
  • પતંગ ની દોરી વચ્ચે આવી જતા અકસ્માત
  • બાઈક પર પસાર થતાં પરિવારને નડ્યો અકસ્માત
  • ઘટનામાં પિતા પુત્રી નું મોત
  • ચાલુ બાઇકે પતંગ નો દોરો વચ્ચે આવી જતા પિતા, પુત્રી અને પત્ની બ્રિજ નીચે પટકાયા
  • ઘટનામાં પિતા અને પુત્રી મોતને ભેટ્યા, જ્યારે માતા ની હાલત ગંભીર

Surat Kite String Accident : સુરતથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જ્યાં ઉતરાયણ પર્વની ખુશીઓ વચ્ચે પતંગના કાતિલ દોરાએ એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. સુરતમાં પતંગની ઘાતક દોરીના કારણે સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં પિતા અને પુત્રીનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે માતા હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પતંગનો દોરો કાળ બનીને ત્રાટક્યો

મળતી વિગતો અનુસાર, સુરતના એક બ્રિજ પરથી પસાર થઈ રહેલા એક પરિવારને પતંગનો દોરો મોત બનીને નડ્યો હતો. રેહાન શેખ નામનો વ્યક્તિ પોતાની પત્ની અને માસૂમ પુત્રી સાથે બાઈક પર સવાર થઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન ચાલુ બાઈકે અચાનક આકાશમાંથી લટકતો પતંગનો કાતિલ દોરો પરિવારની વચ્ચે આવી ગયો હતો. પતંગ ની દોરી વચ્ચે આવી જવાના કારણે બાઈક પરનું સંતુલન ખોરવાયું હતું. અકસ્માત એટલો ભીષણ હતો કે બાઈક સવાર પિતા, પુત્રી અને પત્ની ત્રણેય સીધા બ્રિજ પરથી નીચે પટકાયા હતા.

Advertisement

ઘટનામાં પિતા-પુત્રીનું ઘટનાસ્થળે જ કરુણ મોત

બ્રિજની ઊંચાઈ પરથી નીચે પટકાવાને કારણે ગંભીર ઈજાઓ થતાં પિતા રેહાન શેખ અને તેમની લાડલી પુત્રી રેહાના શેખનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. એકાએક બનેલી આ ઘટનાને જોઈને આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં પડેલા પરિવારને બચાવવા લોકો દોડી આવ્યા હતા, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. પિતા અને પુત્રીએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો, જેના કારણે રસ્તા પર કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

Advertisement

માતાની હાલત નાજુક, હોસ્પિટલમાં સારવાર હેઠળ

આ ભયાનક અકસ્માતમાં રેહાન શેખની પત્ની એટલે કે બાળકીની માતાને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમને તાત્કાલિક લોકલ લોકો અને પોલીસની મદદથી નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે અને તબીબો દ્વારા તેમને બચાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક જ પલકારામાં પતિ અને ફૂલ જેવી દીકરીને ગુમાવનાર માતા હજુ આ આઘાતથી અજાણ છે.

પરિવારમાં માતમ અને પોલીસ તપાસ

એક જ પરિવારના 2 સભ્યોના અકાળે અવસાનના સમાચાર મળતા જ તેમના સગાસંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પતંગની દોરી કઈ રીતે મોતનું કારણ બની શકે છે તેનો આ જીવંત અને ડરામણો દાખલો છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :   Gujarat Makar Sankranti 2026: રાજ્યમાં ઉત્તરાયણે પતંગની દોરીથી 5 જિંદગી કપાઇ

Tags :
Advertisement

.

×