Surat Drowning Incident : કોસંબા નજીક નહેરમાં ડૂબી જવાથી ત્રણ બહેનોના એકના એક ભાઈનું મોત !
- Surat Drowning Incident : સુરતના કોસંબા નજીક મિત્રો સાથે ન્હાવા પડતા બની દુર્ઘટના
- નહેરના ધસમસતા પ્રવાહમાં તણાયો હતો યુવક ગણેશ વસાવા
- 30 કલાકની ભારે જહેમત બાદ નહેરમાંથી મૃતદેહ મળી આવ્યો
- ફાયર બ્રિગેડની 4 ટીમોએ શોધખોળ કરી પાર પાડ્યું ઓપરેશન
- કોસંબા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી
Surat Drowning Incident : સુરત (Surat) જિલ્લાના કોસંબા (Kosamba) નજીક એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. ત્રણ બહેનો વચ્ચે એકના એક ભાઈ એવા ગણેશ વસાવા (Ganesh Vasava) નું નહેરમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, ગણેશ તેના મિત્રો સાથે નહેરમાં ન્હાવા (Swimming) માટે પડ્યો હતો, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી તે ધસમસતા પ્રવાહમાં (Strong Current) તણાઈ ગયો હતો. આ ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
30 કલાક બાદ મૃતદેહ બહાર કાઢ્યો
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની (Fire Brigade) 4 ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને શોધખોળ શરૂ કરી હતી. સતત 30 કલાકની જહેમત બાદ નહેરમાંથી ગણેશનો મૃતદેહ (Dead Body) મળી આવ્યો હતો. કોસંબા પોલીસે (Kosamba Police) આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ (Post-Mortem) માટે ખસેડ્યો છે. એકના એક ભાઈના મોતના સમાચારથી ત્રણેય બહેનો પર આભ ફાટ્યું છે અને સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.
પરિવારમાં આક્રંદનો માહોલ છવાયો
ઉલ્લેખનીય છે કે યુવક તેના મિત્રો સાથે નાહવા માટે કોસંબા નજીક આવેલી કેનાલમાં ગયો હતો. ત્યારે અચાનક પાણીના ધસમસતા પ્રવાહમાં યુવક તણાઈ જતા મોત નિપજ્યું હતુ. યુવકનું મોત થતા પરિવારમાં આક્રંદનો માહોલ છવાયો હતો. મળતી માહિતી અનુસાર 3 બહેન વચ્ચે એકનો એક ભાઈ હતો. જેનું અકાળે મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો. જો કે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ લગભગ 30 કલાક બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો.
"સૌથી વધુ બાંગ્લાદેશીઓને અમે પકડ્યા", DyCM Harshbhai Sanghavi નું મોટું નિવેદન


