ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat: હિટ એન્ડ રનની ઘટનામાં બે સગા ભાઈઓના મોત, કાર ચાલક થઈ ગયો ફરાર

Surat: સુરતના લસકાણા સ્થિત આઉટર રીંગ રોડ પર ગતરોજ રાત્રિના સમય દરમિયાન બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં બે સગા ભાઈઓના કરૂણ મોત થયા
05:54 PM Feb 08, 2025 IST | VIMAL PRAJAPATI
Surat: સુરતના લસકાણા સ્થિત આઉટર રીંગ રોડ પર ગતરોજ રાત્રિના સમય દરમિયાન બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં બે સગા ભાઈઓના કરૂણ મોત થયા
Surat
  1. હિટ એન્ડ રનની ઘટનામાં બે સગા ભાઈઓના કરૂણ મોત
  2. પાંચ જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા
  3. પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી દીધી છે

Surat: સુરતના લસકાણા સ્થિત આઉટર રીંગ રોડ પર ગતરોજ રાત્રિના સમય દરમિયાન બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં બે સગા ભાઈઓના કરૂણ મોત થયા છે, જ્યારે પાંચ જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ઘટનામાં કારનો ચાલક ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક ભાઈઓમાં એક રત્ન કલાકાર છે. જ્યારે અન્ય એક ભાઈ દુકાન ધરાવે છે. બંને સગા ભાઈઓના મોતના પગલે પરિવારોએ આધાર સ્તંભ ગુમાવ્યો છે. જ્યાં ફરાર કાર ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે. ઘટનામાં અન્ય બે વ્યક્તિઓ પણ ઇજાગ્રસ્ત થયા છે. મૃતકના પરિજનો અને સબંધીના જણાવ્યાનુસાર કારની સ્પીડ 140 થી 150 કિલોમીટર ની હતી.

બે લોકોના તો ઘટના સ્થળે જ કરૂણ મોત થયાં

સુરતમાં ફરી એક વખત ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. સુરતના છેવાડા ખાતે આવેલ લસકાણા સ્થિત આઉટર રીંગ રોડ પર શુક્રવારના રોજ રાત્રિના 9:30 વાગ્યાના સમય દરમિયાન પૂરપાટ ઝડપે દોડી આવેલી ફોર વ્હીલ કારના ચાલકે એક સાથે સાત જેટલા લોકોને અફેટે લીધા હતાં. જેમાં બે લોકોના તો ઘટના સ્થળે જ કરૂણ મોત થયાં હતાં. જ્યારે ઇજાગ્રસ્ત પાંચ લોકોને સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. હિટ એન્ડ રનની આ ઘટના બાદ કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કારમાં સવારે એકની અટકાયત કરી હતી.

આ પણ વાંચો: Surat : એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરી રહ્યો હતો યુવક, ચાલુ મશીને ઊભો થયો અને..!

મહિલા સહિત કાર ઘટના સ્થળ પરથી ચાલક ફરાર

સ્થાનિક સૂત્ર પાસેથી મળેલી જાણકારી અનુસાર, કારમાં મહિલા સહિત ત્રણ લોકો સવાર હતા. જેમાં એક યુવક કાર ચલાવી રહ્યો હતો ત્યારે મહિલા અને અન્ય એક યુવક આગળ અને પાછળ બેઠા હતા. ઘટના બનતા ની સાથે જ મહિલા સહિત કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે એકને સ્થળ પર જ ઝડપી પાડવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કારનો ચાલક દારૂના નશામાં હતો અને તેના કારણે આ ઘટના બની હોવાનું જાણવા મળે છે.જે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat : સુરતની SVNIT કોલેજમાં રેગિંગનું કાળો તાંડવ! વધુ એક Video વાઇરલ થતાં ખળભળાટ

બે પરિવારોએ પોતાના આધાર સ્તંભ ગુમાવ્યાં

સુરતના લસકાણા ખાતે આવેલા આઉટર રીંગરોડ પર બનેલી હિટ એન્ડ રનની ઘટના માં મોતને ભેટેલા બે સગા ભાઈઓનો સમાવેશ થાય છે. જેમાં એક રત્ન કલાકાર છે જ્યારે અન્ય એક દુકાન ધરાવે છે. બંને પરિવારો એ પોતાના આધાર સ્તંભ ગુમાવ્યા છે.મૃતકો ના પરિજનો અને સંબંધીઓના જણાવ્યા પ્રમાણે, અશ્વિનભાઈ બાલુભાઈ સાપોલિયા અને કમલેશભાઈ બાલુભાઈ સાપોલિયા બંને સગા ભાઈઓ છે. જે બંને ગીર સોમનાથના મઢોલી ગામના વતની છે. બંને ભાઈઓ લગ્ન પ્રસંગમાંથી પરત પોતાના ઘરે ફરી રહ્યા હતાં. બુધવારની રાત્રિના સમય દરમિયાન મોટરસાયકલ પર પરત ફરી રહેલા આ બંને સગા ભાઈઓને ફોર વ્હીલ કારના ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા. જે બંને સગા ભાઈઓના મોતના પગલે સાપોલિયા પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. બે પરિવારોએ પોતાના આધાર સ્તંભ ગુમાવ્યા છે. જ્યાં કારચાલક સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ પરિવાર અને મિત્ર વર્તુળના લોકોએ કરી છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
GujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarat PoliceGujarati NewsGujarati Top Newshit and run incidenthit and run incident NewsLaskana Outer Ring RoadLatest Gujarati NewsLatest Surat NewsSuratSurat hit and run incidentSurat news
Next Article