Surat: તાંત્રિક વિધિના બહાને લાખોની ઠગાઈ, કાઠિયાવાડની ઠગ ટોળકી રાજકોટથી પકડાઈ
Surat: સુરતના લસકાણા (Laskana) અને ઉત્રાણ (Utran) વિસ્તારમાં પિતૃદોષ નિવારણ અને તાંત્રિક વિધિના બહાને સોનાના ઘરેણાં પડાવતી ટોળકીના બે ઠગ કાળુનાથ નકુમ (Kalunath Nakum) અને દેવાયત રાઠોડ (Devayat Rathod) ને પોલીસે રાજકોટ (Rajkot) થી ઝડપી લીધા છે. પોલીસે 200000થી વધુનો મુદ્દામાલ રિકવર કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
Advertisement
Surat: હીરાનગરી સુરત શહેરમાં અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવી લોકોને લાખોનો ચૂનો લગાવતી એક રીઢા ઠગોની ટોળકીને પકડી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. સુરતના લસકાણા (Laskana) અને ઉત્રાણ (Utran) વિસ્તારમાં તાંત્રિક વિધિના બહાને લોકોના સોના-ચાંદીના ઘરેણાં પડાવી લેતી ટોળકીના બે સાગરીતોને પોલીસે રાજકોટ (Rajkot) ખાતેથી ઝડપી પાડ્યા છે. આ ઠગો ખાસ કરીને કાઠિયાવાડ (Kathiyawad) પંથકના શ્રદ્ધાળુ વૃદ્ધ પુરુષો અને મહિલાઓને સોફ્ટ ટાર્ગેટ બનાવી છેતરપિંડી આચરતા હતા.

