Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat: પોલીસ બની 'સ્નેચર'! રસ્તા પર લાઈવ ડેમો જોઈ લોકો ચોંક્યા

સુરતની લસકાણા પોલીસે મોબાઈલ સ્નેચિંગ અટકાવવા અનોખો લાઈવ ડેમો બતાવ્યો હતો. પોલીસે પોતે સ્નેચર બની લોકોને સમજાવ્યું કે બેદરકારીને કારણે કેવી રીતે મોબાઈલ ચોરાઈ શકે છે. ચાલુ વાહને વાત કરતા લોકો અને રાહદારીઓને સાવચેત રહેવા અપીલ કરાઈ હતી. પોલીસની આ જાગૃતિ લાવવાની નવતર પદ્ધતિની શહેરીજનોમાં ભારે પ્રશંસા થઈ રહી છે.
surat  પોલીસ બની  સ્નેચર   રસ્તા પર લાઈવ ડેમો જોઈ લોકો ચોંક્યા
Advertisement
  • Surat માં મોબાઈલ સ્નેચિંગ અટકાવવા પોલીસનો નવતર પ્રયાસ
  • લસકાણા પોલીસે જાતે સ્નેચર બની લોકોને કર્યા જાગૃત
  • મોબાઈલ સ્નેચિંગની પદ્ધતિઓ વિશે લોકોને આપી સમજણ

Surat: ડાયમંડ સિટી સુરતમાં દિવસેને દિવસે વધી રહેલી મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ ચિંતાનો વિષય બની છે. ત્યારે આ ઘટનાઓને અંકુશમાં લેવા માટે સુરત પોલીસે એક નવતર અને પ્રયોગ હાથ ધર્યો છે. લસકાણા પોલીસ (Laskana Police) મથકના જવાનોએ પોતે જ સ્નેચર બનીને રસ્તા પર ઉતરી લાઈવ ડેમો (Live Demo) દ્વારા નાગરિકોને જાગૃત કર્યા હતા. આ કામગીરીનો મુખ્ય હેતુ લોકોમાં સતર્કતા વધારવાનો અને સ્નેચરો કેવી રીતે તક ઝડપે છે તે સમજાવવાનો હતો.

Surat:  સ્નેચિંગની મોડસ ઓપરેન્ડી અને સાવચેતી

લસકાણા પોલીસે ભરચક ટ્રાફિક વચ્ચે લોકોની નજર સામે જ મોબાઈલ સ્નેચિંગની વિવિધ પદ્ધતિઓ બતાવી હતી. ખાસ કરીને જે લોકો રસ્તા પર ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરતા હોય છે અથવા ટ્રાફિકમાં બેધ્યાન હોય છે, તેઓ સ્નેચરો માટે સોફ્ટ ટાર્ગેટ બને છે. પોલીસે લાઈવ ડેમો દ્વારા સમજાવ્યું કે સેકન્ડોના ભાગમાં સ્નેચર કેવી રીતે મોબાઈલ ઝૂંટવીને રફુચક્કર થઈ જાય છે.

Advertisement

Advertisement

રાહદારીઓ અને વાહનચાલકો માટે ચેતવણી

આ જાગૃતિ અભિયાન દરમિયાન પોલીસે પગપાળા જતા રાહદારીઓને (Pedestrians) પણ ખાસ અપીલ કરી હતી. ઘણીવાર રસ્તાની સાઈડમાં ચાલતી વખતે લોકો ફોનમાં મગ્ન હોય છે, જેનો ફાયદો બાઈક સવાર સ્નેચરો ઉઠાવતા હોય છે. પોલીસે અપીલ કરી હતી કે જાહેર માર્ગો પર મોબાઈલનો ઉપયોગ કરતી વખતે આસપાસની ગતિવિધિઓ પ્રત્યે સજાગ રહેવું અત્યંત આવશ્યક છે.

પોલીસની કામગીરીની ચારેકોર પ્રશંસા

લસકાણા પોલીસની આ અનોખી પહેલને કારણે લોકોમાં ભારે ઉત્સાહ અને જાગૃતિ જોવા મળી હતી. માત્ર દંડ કે કાયદાકીય કાર્યવાહી કરવાને બદલે, લોકોને પ્રાયોગિક રીતે સમજાવીને સુરક્ષિત (Safety Measures) રહેવાની રીત શીખવવાની સુરત પોલીસની આ પદ્ધતિની સોશિયલ મીડિયા અને સ્થાનિક લોકોમાં ભારે પ્રશંસા થઈ રહી છે. આ પ્રકારના પ્રયાસોથી ગુનાખોરીમાં ઘટાડો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Surat: 'મારી પાસે વહુને દેવા કંઈ નહોતું એટલે ચોરી કરી', કતારગામમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

Tags :
Advertisement

.

×