Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat માં પોલીસનો સપાટો, 300 થી વધુ વાહનો ચેક, ઘાતક હથિયારો સાથે અનેકની અટકાયત

સુરતના લિંબાયતમાં એક માસમાં બે હત્યા બાદ પોલીસ એક્શનમાં આવી છે. એડિશનલ સીપી બલરામ મીનાની આગેવાનીમાં 200 જવાનોએ કોમ્બિંગ હાથ ધરી 312 વાહનો ચેક કર્યા, 25ની અટકાયત કરી અને ઘાતક હથિયારો જપ્ત કર્યા છે. પોલીસે ગુંડાતત્વોને કડક ચેતવણી આપી પાન-ગલ્લાઓ પર ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું છે.
surat માં પોલીસનો સપાટો  300 થી વધુ વાહનો ચેક  ઘાતક હથિયારો સાથે અનેકની અટકાયત
Advertisement
  • Surat ના લિંબાયતમાં હત્યાની ઘટનાઓ બાદ પોલીસ એકશનમાં
  • પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું, વાહન ચેકિંગ હાથ ધરાયું
  • અસામાજિક તત્વો સામે કરવામાં આવશે કડક કાર્યવાગહી

Surat: સુરતના લિંબાયત વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં હત્યાની બે સનસનીખેજ ઘટનાઓ બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા હતા. આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતા સુરત પોલીસ હવે ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુનેગારોમાં પોલીસનો ડર પેસે અને સામાન્ય નાગરિકો સુરક્ષિત અનુભવે તે હેતુથી લિંબાયત વિસ્તારમાં વ્યાપક સ્તરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસની આ આક્રમકતાએ સ્થાનિક ગુંડાતત્વોમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે.

200 થી વધુ પોલીસ જવાનોના કાફલા સાથે સંઘન ચેકિંગ

સુરત પોલીસના એડિશનલ કમિશનર બલરામ મીના (Balram Meena)ના નેતૃત્વ હેઠળ 200થી વધુ પોલીસ જવાનોના કાફલાએ લિંબાયતના સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ (Combing Operation) હાથ ધર્યું હતું. આ મેગા ઓપરેશન દરમિયાન પોલીસે ગલીએ ગલીએ જઈને સઘન પેટ્રોલિંગ કર્યું હતું. પોલીસના આ કાફલાએ વિસ્તારને બાનમાં લેનારા તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે લિંબાયતમાં ગુંડાગર્દી ચલાવી લેવામાં આવશે નહીં.

Advertisement

surat police_combing_GujaratFirst 2

Advertisement

 312 જેટલા વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ

આ કોમ્બિંગ દરમિયાન પોલીસે 312 જેટલા વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કર્યું હતું. જેમાં જીપી એક્ટ (GP Act) મુજબ 12 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને 25 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસે 10 જેટલા સક્રિય ગુનેગારોના રહેઠાણ અને પ્રવૃત્તિઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં કેટલાક સ્થળોએથી ઘાતક હથિયારો (Lethal Weapons) પણ મળી આવ્યા છે. પોલીસે માત્ર લિંબાયત જ નહીં, પરંતુ શહેરના અન્ય વિસ્તારોમાં આવેલી પાન-ગલ્લા અને ચાની કીટલીઓ પર પણ બાજ નજર રાખવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચોઃ Surat: પોલીસ બની 'સ્નેચર'! રસ્તા પર લાઈવ ડેમો જોઈ લોકો ચોંક્યા

surat police_combing_GujaratFirst 22

એડિશનલ સીપીની કડક ચીમકી

સુરત એડિશનલ સીપી બલરામ મીનાએ આડકતરી રીતે ગુનેગારોને ચીમકી આપતા જણાવ્યું હતું કે, જો કોઈ પણ શખ્સ ગેરકાયદે પ્રવૃત્તિ કે ગુંડાગર્દી કરતા ઝડપાશે તો પોલીસ તેની સામે દાખલારૂપ અને કડક કાયદાકીય કાર્યવાહી કરશે. ગુંડાગર્દી કરતા તત્વોની હવે ખેર નથી. પોલીસ આગામી દિવસોમાં પણ આ પ્રકારનું સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ ચાલુ રાખશે જેથી ગુનાખોરી પર લગામ લગાવી શકાય.

આ પણ વાંચોઃ Junagadh માં વકીલ સામે દુષ્કર્મની ફરિયાદ, તો વકીલે યુવતી સામે કર્યા હનીટ્રેપના આક્ષેપ

Tags :
Advertisement

.

×