Surat: 'કામ લઇને આવનાર સાથે યોગ્ય વર્તન કરવું પડશે', DyCM એ કેમ લીધો નગરસેવકોનો ઉધડો?
- Surat માં જનસેવા ઉપહાર વિતરણ કાર્યક્રમનું આયોજન
- નાયબ મુખ્યમંત્રીને મળેલી ભેટોનું વતરણ કરવામાં આવ્યું
- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ ભેટોનું કાર્યકરોમાં વિતરણ કર્યુ
- મજૂરા વિધાનસભાના કાર્યકરો અને નગરસેવકોને આપી ભેટ
Surat: સુરતના મજૂરા (Majura) વિધાનસભા વિસ્તારમાં આજે એક વિશેષ 'જનસેવા ઉપહાર વિતરણ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harshabhai Sanghvi) ને વિવિધ પ્રસંગોએ મળેલી મોંઘી ભેટ-સોગાદોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે પોતાની આ ભેટો મજૂરા વિધાનસભાના પાયાના કાર્યકરો અને નગરસેવકોને આપીને એક અનોખો અભિગમ રજૂ કર્યો હતો. જોકે, આ કાર્યક્રમ માત્ર ભેટ વિતરણ પૂરતો મર્યાદિત ન રહેતા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે એક 'શિસ્તના પાઠ' સમાન બની રહ્યો હતો.
નગરસેવકોને 'સાહેબ' ન બનવા ટકોર
કાર્યક્રમ દરમિયાન DyCM હર્ષભાઈ સંઘવીએ સંબોધનમાં અત્યંત ગંભીર સૂર અપનાવ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "નગરસેવક બની ગયા એટલે સાહેબ બની ગયા તેવું ના વિચારતા." તેમણે ઉમેર્યું કે જો લોકપ્રતિનિધિઓ પોતાનામાં અહંકાર લાવશે તો તેઓ ક્યારેય જનતાના દિલમાં સ્થાન મેળવી શકશે નહીં. સત્તા એ સેવાનું માધ્યમ છે, વર્ચસ્વ જમાવવાનું સાધન નથી તેવો સ્પષ્ટ સંદેશ તેમણે આપ્યો હતો.
DyCM Harshbhai Sanghavi's Viral Speech in Surat: "મગજમાં કોર્પોરેટરનો બહુ ભાર ન રાખજો"@sanghaviharsh #Surat #HarshSanghavi #Corporators #SuratNews #GujaratPolitics #ServiceBeforeSelf #PublicService #BreakingNews #SuratCity #GujaratGovernment #Inspiration #LeaderAdvice pic.twitter.com/6sZ7LywxB2
— Gujarat First (@GujaratFirst) May 10, 2026
'કામ લઇને આવનાર વ્યક્તિ સાથે યોગ્ય વર્તન કરવું પડશે'
ગંભીર ટકોર કરતા તેમણે કહ્યું કે, તમારી પાસે કામ લઈને આવનાર સામાન્ય નાગરિક સાથે યોગ્ય અને વિનમ્ર વર્તન (Polite Behavior) કરવું અનિવાર્ય છે. પ્રજાના પ્રશ્નો માટે ગમે ત્યારે ફોન આવી શકે છે અને એક જનસેવક તરીકે તમારે તે માટે તૈયાર રહેવું જોઈએ. તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપી કે, "જો તમે લોકોના ફોન ઉપાડવાની તસ્દી નહીં લો, તો પક્ષમાં કે સત્તામાં તમારી કોઈ જરૂર નથી."
'વિસ્તારના અનુભવી લોકો, વડીલોને સાથે લઇને આગળ વધજો'
DyCM એ નગરસેવકોને સલાહ આપી હતી કે પોતાના વિસ્તારના અનુભવી (Experienced) લોકો અને વડીલોને સાથે રાખીને જ આગળ વધવું જોઈએ. તેમણે ટેકનોલોજી અને નેટવર્કનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "તમે કઈ ગલીમાં ઊભા છો અને શું કરી રહ્યા છો, તેની તમામ વિગતો મારી પાસે હોય છે." લોકહિતના કામમાં બેદરકારી કે લોકો સાથે ગેરવર્તન (Misconduct) કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં તેવી તેમણે ખાતરી આપી હતી.
આ પણ વાંચોઃ Chhotaudepur: તરસ છિપાવવા મહિલાઓનો કાળઝાળ ગરમીમાં રઝળપાટ, છતાં નસીબમાં માત્ર ગંદુ પાણી!


