Surat : ઉધારમાં સિગારેટ નહીં આપી તો શખ્સે પાન સેન્ટરનાં માલિક પર ફેંક્યું એસિડ, થયા આવા હાલ
- ઉધારમાં સિગારેટ નહીં આપતા એસિડ એટેક કર્યાનો મામલો (Surat)
- કાપોદ્રા પોલીસે આરોપી રાકેશ બારૈયાની ધરપકડ કરી
- શિવ શક્તિ શેરી પાસે 31 માર્ચના રોજ બની હતી ઘટના
- પાન સેન્ટરનાં માલિક પર આરોપીએ એસિડ એટેક કર્યો હતો
સુરતમાં (Surat) ઉધારમાં સિગારેટ નહીં આપવા જેવી નજીવી બાબતે શખ્સે ઉશ્કેરાઈને પાન સેન્ટરનાં માલિક પર એસિડ એટેક કર્યો હતો. આ મામલે ફરિયાદ બાદ કાપોદ્રા પોલીસે (Kapodra Police) કાર્યાવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે. આરોપી હીરા કારખાનામાં રત્ન કલાકાર છે અને તેની વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશન સહિત 5 ગુનો પોલીસ ચોપડે નોંધાયેલા છે.
આ પણ વાંચો - Banaskantha : ડીસા બ્લાસ્ટ કેસનો આરોપી ઝડપાયો, વહીવટી તંત્રે 21 શ્રમિકોના મોતની કરી પુષ્ટિ
ઉધારમાં સિગારેટ આપવાની ના પાડી તો એસિડ એટેક કર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં (Surat) કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવ શક્તિ શેરી પાસે આવેલ પંડિત પાન સેન્ટરનાં માલિક રામપ્યારે રામસ્નેહી કુશવાહ પર એક શખ્સે એસિડ એટેક કર્યો હતો. 31 માર્ચનાં રોજ આરોપી રાકેશ બારૈયા પંડિત પાન સેન્ટર આવ્યો હતો અને ઉધારમાં સિગારેટ આપવાની માગ કરી હતી. જો કે, રામપ્યારે રામસ્નેહી કુશવાહ સિગારેટનાં રૂપિયા માગ્યા હતા અને ઉધારમાં સિગારેટ આપવાની ના પાડી હતી. જો કે, જે તે સમયે આરોપી રાકેશ સિગારેટ નહીં આપતા ગલ્લા પરથી ચાલ્યો ગયો હતો.
આ પણ વાંચો - ડીસા ફટાકડા ફેક્ટરીવાળો આરોપી Deepakkumar Mohnani ક્રિકેટ સટ્ટાનો પણ મહારથી
આરોપી વિરુદ્ધ અગાઉ પણ 5 ગુના નોંધાયેલા છે
પરંતુ, થોડા સમય પછી આરોપી રાકેશ પરત પંડિત પાન સેન્ટર (Pandit Pan Center) પરત આવ્યો હતો અને રામપ્યારે રામસ્નેહી કુશવાહ પર એસિડ એટેક કરી ફરાર થયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત રામપ્યારે રામસ્નેહી કુશવાહને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે, ફરિયાદ બાદ કાપોદ્રા પોલીસે આરોપી રાકેશ બારૈયાની ધરપકડ કરી છે. પોલીસનાં જણાવ્યા અનુસાર, આરોપી હીરા કારખાનામાં રત્ન કલાકાર છે અને તેની વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશન સહિત 5 ગુન્હા નોંધાયેલા છે. આ મામલે કાપોદ્રા પોલીસે (Kapodra Police) આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Bharuch : ગટરમાંથી માનવ અંગ મળવા મામલે મોટો ખુલાસો, મૃતકની ઓળખ થઈ