Surat : કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનું યુદ્ધની અસરને લઈ મોટું નિવેદન, ડીઝલમાં એક પણ રૂપિયો વધારવામાં આવ્યો નથી
- Surat માં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનું નિવેદન
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી સતત ગેસ પુરવઠો, પેટ્રોલ અને ડીઝલ મળતું રહ્યું
- આપણે એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને પેટ્રોલ, ડીઝલમાં એક પણ રૂપિયો વધારવામાં આવ્યો નથી
- જ્યારે પાડોશી દેશની અંદર સ્થિતિ વિપરીત છે
- ત્યાં અનેક વિસ્તારની અંદર લોકડાઉન લાગુ કરવા માંડ્યા છે
Surat : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે સુરતના ઉદ્યોગકારો ( businessman) સાથે મનસુખ માંડવીયાએ મિટીંગ (meeting) યોજી હતી અને માંડવીયાનું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈ મહત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે, સુરત મહાનગરપાલિકા (corporation) ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત હાંસલ થશે અને સુરત સહિત સમગ્ર ગુજરાતને તમામ નગરપાલિકા ,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
Surat : ચૂંટણીના પ્રચાર માટે મારે લોકો સાથે મળવાનું થઈ રહ્યું છે
મનસુખ માંડવિયાનું કહેવું છે કે, છેલ્લા બે દિવસથી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે મારે લોકો સાથે મળવાનું થઈ રહ્યું છે અને લોકોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કરતા મેં જોયો છે, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર મોદી અને ભુપેન્દ્ર પટેલની ડબલ એન્જિનની સરકાર જનતાની સુખાકારી માટે હંમેશા પ્રતિબંધ રહી છે અને સુરત મહાનગરપાલિકાના યુવાનોએ જે સ્ટાર્ટઅપ કર્યું છે કેટલાક યુવાનોએ ટેન્ડરપ્લેનરશીપ ડેવલોપ કરીને નાના મોટા રોજગાર ધંધા શરૂ કર્યા છે.
ડબલ એન્જિન સરકાર પર જનતાને વિશ્વાસ
તેમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ કઈ રીતે લઈ રહ્યા છે તેમાં સામેથી મને સમજવા મળ્યું છે અને સુરત મહાનગર પાલિકા માટે લોકોનો વિશ્વાસ ભાજપ અને મોદી પ્રત્યે વધતો જઈ રહ્યો છે અને સુરત મહાનગર અને રાજ્યની તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતશે તેવો વિશ્વાસ વ્યકત મનસુખભાઈ માંડવિયાએ કર્યો છે. સરકારે એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને સામાન્ય જનતા પર બોજ પડવા દીધો નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે, સુરતના યુવાનો જે રીતે સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રિન્યોરશિપ દ્વારા રોજગારી ઊભી કરી રહ્યા છે અને સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે તે સરાહનીય છે.
આ પણ વાંચો : Surat: દારૂના કેસમાં સજા પામેલા ઉમેદવારને ટિકિટ આપતા કોંગ્રેસ વિવાદમાં


