ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : રાજ ટેક્સટાઇલ્સ માર્કેટમાં ભીષણ આગ, ફાયર વિભાગના 3 જવાન ઇજાગ્રસ્ત થયા!

સુરતનાં રાજ ટેક્સટાઇલ્સ માર્કેટમાં ભીષણ આગ મામલે મોટા સમાચાર છે. આગની ઘટનામાં 3 ફાયર જવાનો ઇજાગ્રસ્ત થયા છે. ત્રણેય ફાયર જવાનોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ પણ આગ બેકાબૂ હોવાની માહિતી છે. પેટ્રો કેમિકલ કાપડ હોવાથી આગ વધુ વિકરાળ બની હોવાનું અને ટોપ ફ્લોરની આગ વધુ પ્રસરતા સ્ટ્રક્ચર નબળું પડતા ગ્રાઉન્ડ ફ્લોરનાં ભાગે પડ્યો હોવાની માહિતી છે.
04:50 PM Dec 10, 2025 IST | Vipul Sen
સુરતનાં રાજ ટેક્સટાઇલ્સ માર્કેટમાં ભીષણ આગ મામલે મોટા સમાચાર છે. આગની ઘટનામાં 3 ફાયર જવાનો ઇજાગ્રસ્ત થયા છે. ત્રણેય ફાયર જવાનોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ પણ આગ બેકાબૂ હોવાની માહિતી છે. પેટ્રો કેમિકલ કાપડ હોવાથી આગ વધુ વિકરાળ બની હોવાનું અને ટોપ ફ્લોરની આગ વધુ પ્રસરતા સ્ટ્રક્ચર નબળું પડતા ગ્રાઉન્ડ ફ્લોરનાં ભાગે પડ્યો હોવાની માહિતી છે.
SURAT_Gujarat_first main 1
  1. Surat નાં પર્વત પાટિયા વિસ્તારમાં રાજ ટેક્સટાઇલ્સ માર્કેટમાં ભીષણ આગ
  2. આ આગની ઘટનામાં ત્રણ ફાયર જવાન ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી
  3. ત્રણેય ફાયર જવાનોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
  4. રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગેલી આગ પર કાબુ મેળવવાની કામગીરી દરમિયાન બની ઘટના

Surat : સુરતનાં પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઇલ્સ માર્કેટમાં (Raj Textiles Market) ભીષણ આગ મામલે મોટા સમાચાર આવ્યા છે. આગની ઘટનામાં 3 ફાયર જવાનો ઇજાગ્રસ્ત થયા છે. ત્રણેય ફાયર જવાનોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ પર કાબુ મેળવવાની કામગીરી વેળાએ આ ઘટના બની છે. હાલ પણ આગ બેકાબૂ હોવાની માહિતી છે. આ વિકરાળ આગ પર કાબૂ મેળવવામાં હજી પણ ફાયર વિભાગને (Surat fire department) વધુ સમય લાગી શકે છે. પેટ્રો કેમિકલ કાપડ હોવાથી આગ વધુ વિકરાળ બની હોવાનું અને ટોપ ફ્લોરની આગ વધુ પ્રસરતા સ્ટ્રક્ચર નબળું પડતા ગ્રાઉન્ડ ફ્લોરનાં ભાગે પડ્યો હોવાની માહિતી છે.

Surat રાજ ટેક્સટાઇલ્સ માર્કેટમાં ભીષણ આગ, 3 જવાન ઇજાગ્રસ્ત થયા

સુરતમાં (Surat) રાજ ટેક્સટાઇલ્સ માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ ઘટના અંગે હવે મોટા સમાચાર આવ્યા છે. માહિતી છે કે, આગ પર કાબૂ મેળવવાની કામગીરી દરમિયાન 3 ફાયર જવાનો (Fireman) પણ ઇજાગ્રસ્ત થયા છે. ત્રણેય ફાયર જવાનોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ (Sameer Hospital) ખસેડવામાં આવ્યા છે. આગને કાબૂમાં લેવા માટે હજું પણ વધુ સમય લાગી શકે છે. જો કે, ટોપ ફ્લોરની આગ વધુ પ્રસરતા સ્ટ્રક્ચર નબળું પડ્યું હતું અને ગ્રાઉન્ડ ફ્લોરનાં ભાગે પડતા પતરાંનો શેડ ભાંગ્યો પડ્યો છે. પેટ્રો કેમિકલ કાપડ હોવાથી આગ વધુ વિકરાળ બની હોવાનાં પ્રાથમિક અંદાજ છે.

આ પણ વાંચો - Banaskantha: પાલનપુરમાં રખડતા પશુઓનો ત્રાસ, કોઈ કોન્ટ્રાક્ટ લેવા પણ તૈયાર નહીં!

ફાયર વિભાગની 22 જેટલી ગાડી પહોંચી, 125 થી વધુ જવાનો કામે લાગ્યા

સુરતનાં પર્વત પાટિયા વિસ્તારમાં (Parvat Patiya) આજે આગ લાગવાની મોટી ઘટના ઘટી છે. વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં અચાનક વિકારાળ આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની (Surat fire department) 22 જેટલી ગાડી ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. માહિતી અનુસાર, આગ એટલી વિકરાળ હતી કે, તેનાં પણ કાબૂ મેળવવા માટે 125 થી વધુ જવાનો કામે લાગ્યા હતા અને 15 લાખ લિટરથી વધુ પાણીનો મારો કરાયો. આગ ટોપ ફ્લોર સુધી પ્રસરી જતા બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. પ્રાથમિક અહેવાલ અનુસાર, સિંથેટિક કાપડનાં કારણે આગ વધુ વિકરાળ બની છે. આગને કાબૂમાં લેવા હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ટાઇમ લેડર મશીનની મદદ લેવાઈ છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનાં પ્રાથમિક અનુમાન છે. મેયર દક્ષેશભાઈ માવાણી (Mayor Daksheshbhai Mavani) પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ, પણ આગ કાબૂમાં લેવાની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો - Gandhinagar નલ સે જલ કૌભાંડમાં 5 લોકોની ધરપકડ, હવે ખુલશે મોટા નામ

Tags :
GUJARAT FIRST NEWSMayor Daksheshbhai MavaniParvat PatiyaPetrochemical FabricRaj Textiles MarketSameer HospitalSuratSurat Fire DepartmentSurat Fire IncidentSurat PoliceTop Gujarati News
Next Article