Surat Mayor Announcement: સુરત મેયર તરીકે માયાબેન માવાણીની વરણી, જુઓ તમામ હોદ્દેદારોના નામ
Surat Mayor Announcement:સુરત મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરના નામોને લઈને છેલ્લા ઘણા સમયથી સર્જાયેલું સસ્પેન્સ (Suspense) આખરે પૂર્ણ થયું છે. લાંબા સમયના સસ્પેન્સ બાદ આખરે નવા હોદ્દેદારોના નામોની અધિકૃત જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, માયાબેન માવાણી (Mayaben Mavani) ની સુરતના મેયર (Mayor) તરીકે વરણી કરવામાં આવી છે.
સુરત (Surat) મનપાના નવા હોદ્દેદારોની જાહેરાત
નવા હોદ્દેદારોના નામોની અધિકૃત જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, માયાબેન માવાણી (Mayaben Mavani) ની સુરતના મેયર (Mayor) તરીકે વરણી કરવામાં આવી છે, જ્યારે સુધાકર ચૌધરી (Sudhakar Chaudhari) ડેપ્યુટી મેયર (Deputy Mayor) તરીકે જવાબદારી સંભાળશે.
શાસક પક્ષના નેતા તરીકે અલ્પાબેન મહેતાની નિયુક્તિ
આ ઉપરાંત, વિકાસકામોને વેગ આપવા માટે રાજન પટેલ (Rajan Patel) ને સ્ટેન્ડિંગ કમિટી (Standing Committee) ના ચેરમેન તરીકે રિપિટ કરવામાં આવ્યા છે. શાસક પક્ષના નેતા (Leader of Ruling Party) તરીકે અલ્પાબેન મહેતા (Alpaben Mehta) ની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ઊર્મિલા ત્રિપાઠી (Urmila Tripathi) દંડક (Whip) તરીકે જવાબદારી સંભાળશે.
સુરતના મેયર તરીકે માયાબેન માવાણીનું નામ જાહેર
ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરી
રાજન પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન#Surat #SMC #Mayor #MayabenMavani #SudhakarChaudhary #RajanPatel #AlpabenMehta #UrmilaTripathi #SuratPolitics #BreakingNews #LocalNews #GujaratFirst #LatestUpdates… pic.twitter.com/cWoN0vWfFE— Gujarat First (@GujaratFirst) May 28, 2026
જાણો કોણ છે માયાબેન માવાણી ?
માયાબેન માવાણી મૂળ સૌરાષ્ટ્રના છે અને છેલ્લા ત્રણ દાયકાથી સંગઠનમાં પાયાની કામગીરી કરી રહ્યા છે. તેઓ પાટીદાર સમાજ અને ખાસ કરીને 'સૌરાષ્ટ્ર પટેલ સમાજ' સાથે ગાઢ રીતે જોડાયેલા હોવાથી, શહેરના પાટીદાર વર્ચસ્વવાળા વિસ્તારોમાં ભાજપનું સંતુલન જાળવવામાં તેઓ મહત્વની ભૂમિકા ભજવશે.ઉલ્લેખનીય છે કે, ગત ટર્મમાં પણ મેયરપદે દક્ષેશ માવાણી હતા, ત્યારે ફરી એકવાર 'માવાણી' અટકને મહત્વ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Gujarat Municipal Corporation New Mayor: રાજકોટ, વડોદરા, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં નવા પદાધિકારીઓની જાહેરાત


