Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat : મેયર પદ માટેની સેન્સ પ્રક્રિયાનો અંતિમ દોર પૂરો, ત્રણ નિરીક્ષકોએ નામોને આપ્યો આખરી ઓપ

Surat મા મેયર પદ માટેની સેન્સ પ્રક્રિયાનો અંતિમ દૌર પૂરો થયો છે અને સંકલન સાથે પેનલ તૈયાર કરવામાં આવી છે. પાંચ મુખ્ય હોદ્દા માટે અંદાજે 15 નામો પર આખરી સહમતી આપવામાં આવી છે. પા મેયર પદ માટે સુરતી, ઉત્તર ભારતીય કે સૌરાષ્ટ્રવાસી નેતાને પ્રાથમિકતા મળશે કે નહીં તે મુદ્દે વિવિધ સમીકરણો પણ સામે આવ્યા છે.
surat   મેયર પદ માટેની સેન્સ પ્રક્રિયાનો અંતિમ દોર પૂરો  ત્રણ નિરીક્ષકોએ નામોને આપ્યો આખરી ઓપ
Advertisement
  • Surat માં સેન્સ પ્રક્રિયામાં 251 અપેક્ષિતોના મત લેવાયા
  • ત્રણ નિરીક્ષકોએ સમગ્ર સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી
  • સંગઠનના હોદ્દેદારો,ધારાભ્યો અને સાંસદ હાજર રહ્યા
  • પેનલ તૈયાર કરી પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવી
  • પાર્લામેટ્રી બોર્ડ સમક્ષ 15 નામોની પેનલ સહિતનો અહેવાલ રજૂ કરાશે

Surat : સુરત ભાજપે (bjp) 115 બેઠકો સાથે ભવ્ય વિજય નોંધાવ્યા બાદ હવે સત્તાના પાંચ મુખ્ય હોદ્દા માટેની રાજકીય (political) હલચલ તેજ બની છે. શનિવારે સેન્સ પ્રક્રિયાનો અંતિમ દોર પૂર્ણ થતાં રવિવારે શહેર સંગઠન કક્ષાએ મહત્ત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં સંકલિત ચર્ચા બાદ પાંચ મુખ્ય હોદ્દા માટે અંદાજે 15 નામોની પેનલ તૈયાર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક જેવા હોદ્દાઓ માટે શહેર રાજકારણમાં ઉત્સુકતા શિખરે પહોંચી છે.

અલગ-અલગ સમાજ અને પ્રદેશના પ્રતિનિધિત્વ અંગે પણ ચર્ચાઓ ગરમાઇ રહી છે

વિવિધ સમીકરણો રચાઈ રહ્યા છે. શનિવારે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં આશરે ૨૫૧ અપેક્ષિતોના મતો લેવામાં આવ્યા હતા. પ્રદેશ સંગઠન દ્વારા નિમાયેલ ત્રણ નિરીક્ષકોએ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ત્યારબાદ રવિવારે યોજાયેલી સંકલન બેઠકમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ, શહેર સંગઠનના હોદ્દેદારો તથા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને ધારાસભ્યોએ હાજરી આપી અને મોટા ભાગે સંગઠનના નિર્ણયને માન્ય રાખવાની ભાવના વ્યક્ત કરી હતી.

Advertisement

surat gujarat first

Advertisement

ત્રણથી ચાર નામો પર સહમતી સાધી પેનલ તૈયાર કરવામાં આવી

ચર્ચા અને મંત્રણાના અંતે દરેક હોદ્દા માટે ત્રણથી ચાર નામો પર સહમતી સાધી પેનલ તૈયાર કરવામાં આવી છે. હવે આ પેનલને ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યાંથી અંતિમ પસંદગી પર મહોર મારાશે. આ નિર્ણય પર શહેરની રાજકીય નજર ટકેલી છે. ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, મેયર પદ માટે આ વખતે પણ પ્રદેશ કક્ષાએથી નક્કી કરેલા માપદંડોને ધ્યાનમાં રાખવામાં આવશે. આ સાથે જ ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી)ના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક જેવા મહત્વના પદો માટે પણ ગંભીર વિચારણા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ગુજરાતના શહેરોને મળશે Women Mayor : અમદાવાદથી સુરત સુધી કોણ સંભાળશે સત્તા?

Tags :
Advertisement

.

×