ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : 10 વર્ષથી મોસ્ટ વોન્ટેડ, 50 હજારનું ઇનામ, નોઇડાથી પકડાયો આસારામનો વફાદાર!

આરોપી સામે એસિડ એટેક, જીવલેણ હુમલા અને મર્ડર સહિતનાં 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
07:00 PM Mar 05, 2025 IST | Vipul Sen
આરોપી સામે એસિડ એટેક, જીવલેણ હુમલા અને મર્ડર સહિતનાં 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
Surat_Gujarat_first
  1. Surat શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી
  2. આસારામ બાપુનો વફાદાર અને 10 વર્ષથી ફરાર મોસ્ટ વોન્ટેડ આરોપી ઝડપાયો
  3. UP નાં નોઇડામાં ક્રિશ્ચિયન ધર્મ અપનાવી રહેતો હતો આરોપી તામરાજ શાહુ
  4. આશારામ બાપુ અને નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં સાક્ષીઓ પર હુમલાનો આરોપ
  5. આરોપીની ગેંગ એસિડ અટેક, ચપ્પુ વડે હુમલો અને ફાયરિંગ કરી ફરાર થઈ જતી

Surat : સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. દેશભરમાં ચર્ચિત આસારામ બાપુ અને નારાયણ સાંઈ (Narayan Sai) દુષ્કર્મ કેસ મામલે સાક્ષીઓ પર હુમલો કરી છેલ્લા 10 વર્ષથી નાસતો ફરતો મોસ્ટ વોન્ટેડ આરોપી આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. આરોપી તામરાજ શાહુને ઉત્તરપ્રદેશનાં નોઇડા ખાતેથી ઝડપી પડાયો છે. આરોપી સામે એસિડ એટેક, જીવલેણ હુમલા અને મર્ડર સહિતનાં ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે (Anupam Singh Gehlot) આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને વધુ માહિતી આપી હતી.

આ પણ વાંચો - VADODARA : પૈસાની લેતી-દેતીમાં ઢોરમાર મારતા યુવકનું મોત

રેકી કરી તક મળે ત્યારે એસિડ એટેક, ચપ્પુથી હુમલો, ફાયરિંગ કરી ફરાર થઈ જતો

સુરત (Surat) પોલીસ કમિશનરે જણાવ્યું કે, આરોપી તામરાજ શાહુ (Tamraj Shahu) મૂળ છતીસગઢનો રહેવાસી છે. આરોપી ગેંગ બનાવીને સાક્ષીઓ પર હુમલો કરતો હતો. આોરીપની ગેંગ એસિડ અટેક, ચપ્પુ વડે હુમલો કરતી હતી. મોસ્ટ વોન્ટેડ આરોપી તામરાજ ભોગ બનનારનાં ઘરની નજીક મકાન ભાડે પહેલા રાખી રેકી કરતો હતો ત્યાર બાદ તક મળે ત્યારે એસિડ એટેક, ચપ્પુ વડે હુમલો અથવા ફાયરિંગ કરીને હુમલો ફરાર થઈ જતો હતો. આરોપી પકડાયો ત્યારે ક્રિશ્ચિયન ધર્મ અપનાવી ઓળખ બદલીને નોઇડામાં (Noida) રહેતો હતો. આરોપી તામરાજ સામે અલગ-અલગ રાજ્યમાં પોલીસ કેસ નોંધાયા છે. આરોપી કુલ 9 ગંભીર પ્રકારનાં ગુનામાં સામેલ છે.

આ પણ વાંચો - Khyati Hospital Scam : આરોપી કાર્તિક પટેલનાં રિમાન્ડ મંજૂર, ક્રાઇમ બ્રાન્ચે રજૂ કર્યાં મુખ્ય 8 મુદ્દા!

આરોપી તામરાજ આસારામની ખૂબ જ નજીકનો મનાતો હતો

સુરત પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું કે, આરોપી દ્વારા AK 47 પણ લેવાનો પ્રયાસ કરાયો હતો. આરોપી તામરાજ અને તેનાં સાગરિતો આશારામ બાપુ વિરૂદ્ધ જે કોઈ બોલે તેના પર હુમલો કરતા હતા. આરોપી તામરાજ કથા સમયે આશારામ સાથે જ રહેતો હતો અને તે આશારામની ખૂબ જ નજીકનો હતો. જો કે, આશારાપ બાપુની ધરપકડ બાદથી આરોપી તામરાજ પોલીસથી બચવા માટે અલગ અલગ રાજ્યોમાં ધર્મ અને ઓખળ બદલીને નાસતો ફરતો હતો. આરોપી છેલ્લા 10 વર્ષથી મોસ્ટ વોન્ટેડ હતો. તેનાં પર રૂપિયા 50 હજારનાં ઇનામ જાહેરાત પણ કરાઈ હતી. પોલીસ કમિશનરે જણાવ્યું કે, આરોપીને આશ્રય આપનાર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. આરોપીને રૂપિયા કોણ આપતું હતું તેની તપાસ પણ કરવામાં આવશે. ઉપરાંત, આરોપી આશારામને કેટલા વખત મળવા ગયો તેની તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો - Junagadh : મનપા-નપાનાં શાસકોની વરણી થઈ, જાણો મેયર, ડેપ્યુટી મેયરની જવાબદારી કોને અપાઈ?

Tags :
Accused Tamraj ShahuAsaram BapuCrime NewsGUJARAT FIRST NEWSNarayan SaiNoidaSuratSurat Crime BranchSurat Police Commissioner Anupam Singh GehlotTop Gujarati NewsUttar Pradesh
Next Article