Surat: લાઈવ શોના નામે કરોડોની ઠગાઈ, બોલીવુડ સેલિબ્રિટીઝ સાથે ફોટા પડાવી લોકોને કરતો પ્રભાવિત
સુરતના મોટા વરાછામાં લાઈવ શો કરાવવાના બહાને મુંબઈના ઠગબાજોએ શુભારંભ એન્ટરટેઈનમેન્ટ પાસેથી 1.43 કરોડ રૂપિયા પડાવ્યા હતા. એક સામાન્ય ફોટોગ્રાફરે બોલીવુડ સેલિબ્રિટીઝ સાથેના ફોટાનો ઉપયોગ કરીને વિશ્વાસ કેળવ્યો હતો. કાર્યક્રમ ન યોજાતા અને ચેક બાઉન્સ થતાં કૌભાંડ ખૂલ્યું હતું. ઉત્રાણ પોલીસે મુખ્ય આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યો છે અને મુંબઈની ત્રણ કંપનીઓના ડિરેક્ટરો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ આદરી છે.
Advertisement
Surat Fraud Case: સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં લાઈવ શો (Live Show) આયોજનના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ સમગ્ર મામલો શુભારંભ એન્ટરટેઈનમેન્ટ (Shubharambh Entertainment) ના સંચાલક સાથે જોડાયેલો છે, જેમને મુંબઈના બે શખ્સોએ વિશ્વાસમાં લઈને અંદાજે 1.43 કરોડ રૂપિયા પડાવ્યા હતા.

