સુરતમાં મોતીવાલા પરફ્યુમની 'સુગંધ' બગડી! ₹3.40 કરોડની GSTની ચોરી પકડાઈ
સુરતની હવાઓમાં સુગંધ ફેલાવનાર એક જાણીતી બ્રાન્ડ અત્યારે કાયદાની સુગંધથી પરેશાન છે. જે પેઢીનું નામ વર્ષોથી લોકોની જીભે છે, ત્યાં સરકારી અધિકારીઓએ દસ્તક દેતા મોટું કૌભાંડ બહાર આવ્યું છે. માત્ર અત્તર જ નહીં, પણ અહીં તો ટેક્સ ચોરીની પણ 'તીવ્ર વાસ' આવી રહી છે. છ મહિનામાં બીજી વાર બનેલી આ ઘટનાએ વેપારીઓમાં સોપો પાડી દીધો છે.
Advertisement
- સુરતના નામી મોતીવાલા પર્ફ્યુમ પર દરોડો (CGST Raid Motiwala Perfume)
- સેન્ટ્રલ જીએસટી એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા મોટી કાર્યવાહી
- 3.40 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી ઝડપાઈ
- 10 કરોડથી વધુના પર્ફ્યુમ બિલ વિના વેચાયા
- સ્ટોક અને વેચાણમાં મોટો તફાવત જોવા મળ્યો
CGST Raid Motiwala Perfume : હીરા અને કાપડ ઉદ્યોગ માટે જાણીતા સુરત (Surat) માં હવે અત્તરના વેપારીઓ પણ તપાસના દાયરામાં આવ્યા છે. શહેરની પ્રખ્યાત પેઢી 'મોતીવાલા પરફ્યુમ' (Motiwala Perfumes) પર સેન્ટ્રલ જીએસટી એન્ફોર્સમેન્ટ વિંગ (CGST Enforcement Wing) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ દરોડામાં કરોડો રૂપિયાની જીએસટી ચોરી (GST Evasion) નો પર્દાફાશ થતાં વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે. તપાસમાં સામે આવ્યું છે કે પેઢી દ્વારા કાચા બિલ અને ચોપડા પર નોંધ્યા વગર વ્યવહારો કરીને સરકારને કરોડોનો ચૂનો ચોપડવામાં આવી રહ્યો હતો.

