Surat: માત્ર બે દિવસમાં હત્યાનો ભેદ ઉકેલ્યો! ઉમરા પોલીસે કરી હત્યારાની ધરપકડ
- બે સગા ભાઈઓ ઉપર ઘાતક હથિયાર વડે કર્યો હતો જીવલેણ હુમલો
- હત્યા કરી ફરાર થયેલા હત્યારાની ઉમરા પોલીસે ધરપકડ કરી
- અભિષેક વિષ્ણુ શંકર તિવારીનું સારવાર દરમિયાન નીપજ્યું હતું મોત
Surat: સુરતના ઉમરા વિસ્તારમાં અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં હોટેલમાં કામ કરતા વેટર દ્વારા બે સગા ભાઈઓ ઉપર ઘાતક હથિયાર વડે લોકો જીવલેણ હુમલો કરી એકની હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે અન્ય એકને પણ ગંભીર ઈજા પહોંચાડતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જે ગુનામાં ફરાર હત્યારાની ઉમરા પોલીસ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બંને ભાઈઓને તાત્કાલિક સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
સુરતના ઉમરા પોલીસ મથકની હદમાં આવેલા વીઆર મોલ પાસે 11 જાન્યુઆરીના રોજ સાંજના સમય દરમિયાન અભિષેક વિષ્ણુ શંકર તિવારી અને તેના ભાઈ અભિજીત તિવારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલાની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને ભાઈઓને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જે પૈકી અભિષેક વિષ્ણુ શંકર તિવારીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત મૃતકના ભાઈ અભિજીત વિષ્ણુ શંકર તિવારીને વધુ સારવાર થઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Surat માં 'નારી સ્વાભિમાન આંદોલન', પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાતની અટકાયત
અભિષેક વિષ્ણુ શંકર તિવારીનું સારવાર દરમિયાન નીપજ્યું હતું મોત
આ ઘટના અંગે ઉમરા પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ અને મરણ જનાર તેમજ ઇજાગ્રસ્ત યુવકના પરિવારજનોના નિવેદનના આધારે તપાસ શરૂ કરી હતી. જે તપાસમાં જાણવા મળ્યું હતું કે, ઉમરા વિસ્તારમાં આવેલી શિવમ્સ કિચન નામની હોટલમાં વેટર તરીકે નોકરી કરતા અવિનાશ સિંહા અને અભિષેક વિષ્ણુ શંકર તિવારી વચ્ચે ઝઘડાની અદાવત ચાલી આવી હતી. અભિષેક વિષ્ણુ શંકર તિવારી અગાઉ શિવમ્સ કિચન નામની હોટલમાં વેટર તરીકે નોકરી કરતો હતો. જ્યાં હોટેલમાં કામ કરતા અવિનાશ સિંહા સાથે કસ્ટમરને ઓર્ડર આપવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે ઝઘડાની અદાવત ને લઈ આ હત્યા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Surat : વાલીઓ ધ્યાન રાખજો! પાણીની ટાંકીમાં પડી જતાં માસૂમ બાળકનું મોત
કસ્ટમરને ઓર્ડર આપવા બાબતે હોટલ ખાતે બોલાવી ઝઘડો કર્યો હતો
પોલીસને જાણવા મળ્યું કે, 11 જાન્યુઆરીના રોજ હોટેલમાં કામ કરતા અવિનાશ દ્વારા મૃતક અભિષેક વિષ્ણુ શંકર તિવારીને વી.આર મોલ પાસે બોલાવવામાં આવ્યો હતો. કસ્ટમરને ઓર્ડર આપવા બાબતે હોટલ ખાતે બોલાવી ઝઘડો કર્યો હતો. જ્યાં ઝગડા માં મધ્યસ્થી કરવા વચ્ચે પડેલા મૃતકના ભાઈ અભિજીત તિવારી પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે ગંભીર હુમલાના કારણે અભિષેકનું મોત નીપજ્યું હતું. જ્યારે તેના ભાઈ અભિજીતને ગંભીર ઈજા પહોંચી હોવાથી હોસ્પિટલાઈઝ કરાયો હતો.
પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી
પોલીસ પૂછપરછમાં સામે આવેલી આ હકીકત બાદ પોલીસે તાત્કાલિક ધોરણે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. હત્યારા અવિનાશ સિંહાને ઝડપી પાડવા પોલીસની ટીમ કામે લાગી હતી. જે માત્ર બે દિવસની અંદર જ આ હત્યાની ઘટનાનો ભેદ ઉકેલી કાઢી હત્યારાને ઉમરા પોલીસે ઝડપી પાડ્યો હતો. જે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી ઉમરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: Surat : VNSGU માં શિક્ષણ મંત્રી Praful Pansheriya એ Ph. D પ્રવેશની પરીક્ષા આપી, કેવું રહ્યું પરિણામ ?
અગાઉં થયેલી ઝઘડાની તકરાર હત્યા સુધી પહોંચી ગઈ
મહત્વનું છે કે, આરોપી અને મૃતક અગાઉ એક જ હોટલમાં કામ કરતા હતા. જ્યાં અભિષેક તિવારી અને અવિનાશ સિંહા વચ્ચે અગાઉં થયેલી ઝઘડાની તકરાર હત્યા સુધી લઈ આવી હતી. જ્યાં માત્ર નજીવી બાબતે થયેલ બોલચાલ અને ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઘટના હત્યામાં પરિણમી હતી. આરોપીને એવો તો ક્યાં પ્રકારનો ગુસ્સો હતો? કે તેની જ સાથે કામ કરતા અગાઉના સાથી કર્મચારીને મોતને ઘાટ ઉતારી દેવાયો તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે. સુરતમાં આ પ્રકારની અનેક ઘટનાઓ હાલ સામે આવી રહી છે. જે બનતી ઘટનાઓના કારણે ડાયમંડ સિટી હવે ક્રાઈમ સીટી તરફ આગળ વધી રહ્યુ હોય તેમ લાગી રહ્યું છે. જે આ ઘટના પરથી પ્રતીતિ થઈ રહી છે.
અહેવાલઃ રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો