Surat: હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવવા મુસ્લિમ યુવક બન્યો હિન્દુ
- ખોટા ડોક્યુમેન્ટના આધારે આરોપી મુસીબુલ શેખ બન્યો પ્રદિપ ક્ષેત્રપાલ
- હિન્દુ યુવતી સાથે લીવ ઇન માં રહેવા મુસ્લિમ યુવક બન્યો હિન્દુ
- બનાવટી ડોક્યુમેન્ટના આધારે યુવકને સુરત એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યો
Surat માં મુંબઈની હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવવા મુસ્લિમ યુવક હિન્દુ બન્યો હતો. જેમાં ખોટા ડોક્યુમેન્ટના આધારે આરોપી મુસીબિલ શેખ પ્રદિપ ક્ષેત્રપાલ બન્યો છે. તેમાં હિન્દુ યુવતી સાથે લીવ ઇનમાં રહેવા મુસ્લિમ યુવક હિન્દુ બન્યો હતો. જેમાં બનાવટી ડોક્યુમેન્ટના આધારે હિન્દુ નામ ધારણ કરનાર યુવકને સુરત એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યો છે.
આરોપી મુસિબુલ શેખની ધરપકડ કરવામાં આવી
આરોપી મુસિબુલ શેખની ધરપકડ કરવામાં આવી છે. જેમાં SOG પોલીસને બાતમી મળી હતી જેના પર કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી મુસીબિલ પોતાના હિંદુ નામના ખોટા આધાર પુરાવા બનાવી રાંદેર વિસ્તારમાં રહેતો હતો તે બાતમી આધારે એસ.ઓ.જી પોલીસે વોચ ગોઠવી હતી. આરોપી મુસીબુલ મકબુલ શેખ ઉ.વ.૨૬ ફ્લેટ નં. એ/૨૦૧, સ્વીકોન વિંગ્સ કેનાલ રોડ જહાંગીરાબાદ, રાંદેર, સુરત ખાતે રહેતો હતો. જેમાં આરોપી મુળ નવદિપ ગાવ તા.પુર્વસ્થળી જિ.વર્ધમાન પશ્ચિમ બંગાળનો વતની છે. તેમાં આરોપીની પુછપરછમાં ચોકાવનારી માહિતી સામે આવી છે. તેમજ આરોપી સુરત ખાતે અલગ-અલગ સ્પામાં નોકરી કરતો હતો.
આરોપી હિન્દુ યુવતી સાથે લવ મેરેજ કરવાનો હતો
દોઢ વર્ષ પહેલા તેની ઓળખાણ મુંબઈ રહેતી એક હિન્દુ યુવતી સાથે થઈ હતી. તથા આરોપી હિન્દુ યુવતી સાથે લવ મેરેજ કરવાનો હતો જેમાં લીવ ઇન રીલેન્શીપમાં રહેવા માટે તે હિન્દુ વિસ્તારમાં ભાડાનુ મકાન પણ શોધતો હતો. આરોપીએ પોતાના મોબાઈલ ફોનમાં એપ્લીકેશનની મદદથી ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવ્યા હતા. આરોપીએ મુસ્લિમમાંથી હિન્દુ નામ ધારણ કરી ખોટા નામનું બનાવટી આધારકાર્ડ બનાવ્યુ હતું અને હિન્દુ વિસ્તારમાં છેલ્લા પાંચેક મહિનાથી રહેતો હતો ત્યારે હવે આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.
આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં કાતિલ ઠંડી, જાણો હવામાન વિભાગની શું છે આગાહી