Surat માં 'નારી સ્વાભિમાન આંદોલન', પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાતની અટકાયત
- Surat માં કોંગ્રેસનું 'નારી સ્વાભિમાન આંદોલન'
- મંજૂરી ન હોવા છતાં આંદોલન કરતા પોલીસે કાર્યવાહી કરી
- પોલીસે પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાતની અટકાયત કરી
- અમે દીકરીને ન્યાય અપાવીને જ રહીશું: પરેશ ધાનાણી
અમરેલી (Amreli) લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસનાં (Congress) નેતાઓ મેદાને આવ્યા છે. અમરેલી બાદ આજે સુરતમાં (Surat) ધરણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, વરાછા ખાતે મિની બજારનાં માનગઢ ચોક ખાતે પરેશ ધાનાણી સહિતનાં કોંગ્રેસનાં આગેવાનો ધરણાં કરે તે પહેલાં જ પોલીસે તમામની અટકાયત કરી હતી. વગર મંજૂરીએ ધરણાં કરવા જતા પોલીસે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિત 40-50 કોંગી આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.
આ પણ વાંચો - Pirotan Island પર રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ માટે જોખમી ગેરકાયદેસરનાં દબાણો પર ફર્યું 'દાદા' નું બુલડોઝર
Amreli Letter Kand ના Surat માં પડઘા, Congress નેતાઓની અટકાયત | Gujarat First@ikaushikvekaria @paresh_dhanani @PratapDudhatMla @mpamreli @JennyThummar @LalitVasoya @lalit_kagathara #amreliletterscandal #amrelinews #payalgoti pic.twitter.com/Dbj5atgI2Q
— Gujarat First (@GujaratFirst) January 13, 2025
મંજૂરી ન હોવા છતાં આંદોલન કરવા જતાં પોલીસની કાર્યવાહી
અમરેલી (Amreli) લેટરકાંડમાં પાટીદાર દીકરીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસનાં નેતાઓએ અગાઉ અમરેલીનાં રાજકમલ ચોક ખાતે 'નારી સ્વાભિમાન આંદોલન' (Nari Swabhiman Andolan) ની શરૂઆત કરી ઉપવાસ પર બેઠા હતા. ત્યાર બાદ હવે સુરતમાં (Surat) 'નારી સ્વાભિમાન આંદોલન' હેઠળ કોંગ્રેસ નેતાઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. વરાછા ખાતે મિની બજારનાં માનગઢ ચોક ખાતે પરેશ ધાનાણી (), પ્રતાપ દુધાત સહિતનાં કોંગ્રેસનાં આગેવાનો ધરણાં પ્રદર્શનની તૈયારી કરી હતી. જો કે, આ પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે મંજૂરી વગર ધરણા પ્રદર્શન કરવા જતા પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત (Pratap Dudhat) સહિત 40-50 કોંગી આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.
આ પણ વાંચો - Bet Dwarka : મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, હવે ઓખામાં ગેરકાયદે દબાણો પર ફર્યું બુલડોઝર
અમે દીકરીને ન્યાય અપાવીને જ રહીશું: પરેશ ધાનાણી
પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી (Paresh Dhanani) એ કહ્યું કે, અમે દીકરીને ન્યાય અપાવવા નીકળ્યા છીએ. અમે દીકરીને ન્યાય અપાવીને જ રહીશું. આથી, હવે લાગે છે કે આ લડાઈ આગામી સમયમાં વધુ ઊગ્ર બની શકે છે. માહિતી અનુસાર, ટ્રાફિકની સમસ્યા અને કાયદા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વરાછા પોલીસ (Varachha Police) દ્વારા આંદોલન કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી, છતાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ ભેગા થતાં કાર્યવાહી કરવામાં આવી હતી તેમ જણાયું હતું.
આ પણ વાંચો - Weather Report : રાજ્યમાં ઠંડા પવનનાં સુસવાટા સાથે ફરીવાર ઠંડીનો ચમકારો, જાણો આગાહી


