Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

'ખોટું લાગતું હોય તો પોતાની મિલકતમાં ઝૂંપડાં આપી દો' - સુરત ભાજપ નેતાના નિવેદનથી રાજકારણ ગરમ

Mukesh Gujarati Facebook Post: સુરતના નાસીરનગરમાં કથિત નકલી ડિમોલિશન પ્રકરણે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. ભાજપ (BJP) નેતા મુકેશ ગુજરાતીની ફેસબુક પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં તેમણે વિરોધ કરનારાઓને આડેહાથ લઈ આ વિસ્તારમાં રહેતા લોકોના કાયદેસરના દસ્તાવેજો અને ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો (Bangladeshi Citizens) ની તપાસ કરવાની માંગ ઉઠાવતા સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે.
 ખોટું લાગતું હોય તો પોતાની મિલકતમાં ઝૂંપડાં આપી દો    સુરત ભાજપ નેતાના નિવેદનથી રાજકારણ ગરમ
Advertisement

Surat Nasirnagar Demolition Case : ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરત (Surat) શહેરમાં આવેલા નાસીરનગર (Nasirnagar) ની ઝૂંપડપટ્ટીમાં થયેલા કથિત નકલી ડિમોલિશન (Fake Demolition) નો મામલો હવે રાજકીય રીતે અત્યંત ગરમાયો છે. આ સમગ્ર પ્રકરણમાં રોજ નવા વળાંકો આવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે. એક તરફ જ્યાં શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) ના મોટા ભાગના વરિષ્ઠ નેતાઓએ આ ગંભીર અને સંવેદનશીલ મુદ્દે સંપૂર્ણ મૌન ધારણ કરી લીધું છે, ત્યાં બીજી તરફ ભાજપના જ એક ફાયરબ્રાન્ડ નેતાના નિવેદનોએ સોશિયલ મીડિયા પર નવો વિવાદ છેડી દીધો છે, જે હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

Tags :
Advertisement

.

×