ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat News: જનરેટરના ગેસથી ગૂંગળામણને કારણે એક જ પરિવારના 3 લોકોના મોત

સુરતના પાલ વિસ્તારમાં આવેલી ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઘટના બની
01:46 PM Jul 11, 2025 IST | SANJAY
સુરતના પાલ વિસ્તારમાં આવેલી ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઘટના બની
Surat News, GeneratorGas, Gujarat, Surat, SMC Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

Surat News: સુરત જનરેટરના ગેસથી ગૂંગળામણને કારણે 3 લોકોના મોત થયા છે. જેમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં બનાવેલી ઓરડીમાં ત્રણ લોકોના મોત થયા છે. ત્યારે સુરતના પાલ વિસ્તારમાં આવેલી ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઘટના બની છે. રાત્રે જનરેટર ચાલુ કરીને બારી બારણા બંધ કરી સુઈ ગયા હતા. જેમાં ગેસ ગૂંગળામણને કારણે ત્રણેય વ્યક્તિ સવારે મૃત હાલતમાં મળી આવ્યા છે. 77 વર્ષીય બાલૂ ભાઈ પટેલ, સીતાબેન રાઠોડ અને વૈદાબેન રાઠોડનું મોત થયુ છે. તેમજ પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.

જાણો સમગ્ર ઘટના

સુરતમાં એક કમકમાટીભરી ઘટના બની છે. સુરતના ભાઠા ગામમાં ગૂંગળામણના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ, ઘરમાં ચાલુ રાખેલા જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં રહ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. એક પુરુષ અને બે મહિલા એમ ત્રણના મોત થયાં છે. ઘટનાની જાણ થતાં પોલીસકાફલો ઘટનાસ્થળે છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશો મદદે દોડી આવ્યા

ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશો મદદે દોડી આવ્યા હતા અને પોલીસ સાથે મળીને સૌ પ્રથમ જનરેટર બંધ કર્યું હતું અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. હાલમાં મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે. સ્થાનિકો અને પરિવારજનોના નિવેદન લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Gujarat Monsoon: સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 જળાશયોમાં જાણો કેટલા ટકા જળ સંગ્રહ થયુ

Tags :
GeneratorGasGujaratGujarat FirstGujarati NewsGujarati Top NewsSMC Gujarat NewsSuratSurat newsTop Gujarati News
Next Article