Surat News : સુરત શહેરમાંથી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. પવિત્ર શ્રાવણ માસના પર્વ દરમિયાન એક ધાર્મિક કાર્યક્રમમાં બિભત્સ ડાન્સ કરવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ધાર્મિક કાર્યક્રમમાં બિભત્સ ડાન્સનો વીડિયો વાયરલ
પ્રાપ્ત વિગતો અનુસાર, આ વાયરલ વીડિયો સુરતના ડીંડોલી વિસ્તારના નામે સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે. શ્રાવણ માસ જેવા પવિત્ર તહેવારમાં ધાર્મિક આયોજનની આડમાં અશ્લીલતા આચરવામાં આવતા સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો હતો, જેને પગલે અંતે આયોજકોએ જાહેરમાં માફી માંગવી પડી હતી.
સંચાલકોએ માંગી માફી
મહત્વનું છે કે સોશિયલ મીડિયા પર ધાર્મિક અને સાર્વજનિક કાર્યક્રમોમાં મનોરંજનના નામે મર્યાદા ઓળંગવાની ઘટનાઓ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે. જોકે, આ વાયરલ વીડિયોની સત્યતા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો : Amreli News : CM ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલીની મુલાકાતે, વૃક્ષારોપણથી લઈને સાંસ્કૃતિક કાર્યક્રમ સુધીના કાર્યક્રમોમાં રહેશે હાજર