Surat News: સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આજે સવારે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં દર્દીને લઈને હોસ્પિટલ તરફ જઈ રહેલી108 એમ્બ્યુલન્સ બેકાબુ બનીને પતરાના શેડમાં ઘૂસી ગઈ હતી.
Surat News: સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આજે સવારે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં દર્દીને લઈને હોસ્પિટલ તરફ જઈ રહેલી108 એમ્બ્યુલન્સ બેકાબુ બનીને પતરાના શેડમાં ઘૂસી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, જેના પગલે તંત્ર અને પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે.
Surat ના કામરેજમાં 108 એમ્બ્યુલન્સનો અકસ્માત
મળતી માહિતી મુજબ, 108 એમ્બ્યુલન્સ એક દર્દીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહી હતી. આ દરમિયાન કામરેજના વલણ ગામ નજીક પહોંચતા જ એમ્બ્યુલન્સના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબુ બનેલી એમ્બ્યુલન્સ સીધી જ રસ્તા પર આવેલા એક પતરાના શેડમાં ઘૂસી ગઈ હતી. આ દ્રશ્ય જોઈને એમ્બ્યુલન્સમાં સવાર દર્દી અને તેમના પરિવારજનોના જીવ તાળવે ચોંટ્યા હતા.
એમ્બ્યુલન્સ અકસ્માતમાં દર્દી સુરક્ષિત
અકસ્માત સર્જાયા બાદ એમ્બ્યુલન્સમાં હાજર સ્ટાફે સમયસૂચકતા વાપરીને દર્દીને હેમખેમ એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢ્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં એમ્બ્યુલન્સ શેડ સાથે અથડાતી જોઈ શકાય છે. કોઈ મોટી દુર્ઘટના ટળી જતાં આસપાસના લોકો અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Amreli News: તું દાદીને શું કામ કનડે છે? કહેતા જ ભાઈએ છરી મારી