Surat News : સિટી બસ અને BRTS ના આ રૂટ ડાયવર્ટ થતાં મુસાફરોમાં રોષ
- Surat News : સિટી બસ અને BRTS ના રૂટ ડાયવર્ટ કરાયા
- સાંજે 4 થી 7 વાગ્યા સુધી બસ સેવામાં કરાયો ફેરફાર
- રેલવે સ્ટેશનથી વાલક પાટીયા અને સર્કિટ હાઉસ તરફની બસો બંધ
- વેડ દરવાજા, ચંદ્રશેખર આઝાદ બ્રીજ અને અઠવાગેટ રૂટ પર અસર
- મુસાફરોને અન્ય વૈકલ્પિક રૂટ પસંદ કરવા તંત્રની સૂચના
Surat News : સુરત શહેરમાં વધતા ટ્રાફિક અને સુરક્ષાના પગલે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત સિટી બસ અને BRTSના રુટમાં સાંજના સમયે ફેરફાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ફેરફારને કારણે મુસાફરોએ હવે વૈકલ્પિક રૂટ પસંદ કરવો પડશે.
Surat News : સાંજે 4 થી 7 સુધી રૂટ ડાયવર્ઝન
ઉલ્લેખનીય છે કે વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, દરરોજ સાંજે 4:00 થી 7:00 વાગ્યા સુધી બસોની સેવામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) થી વાલક પાટીયા (Valak Patiya) તરફ જતી બસો બંધ રહેશે. જો કે આ બસો સામાન્ય રીતે વરાછા, કાપોદ્રા, નાના વરાછા અને સીમાડા નાકા ઓવરબ્રીજ (Simada Naka Overbridge) થઈને જતી હોય છે.
BRTS બસ સેવા 3 કલાક માટે રહેશે સ્થગિત !
મહત્વનું છે કે, સુરત રેલવે સ્ટેશનથી સર્કિટ હાઉસ (Circuit House) તરફ જતો રૂટ પણ બંધ રાખવામાં આવ્યો છે. આ રુટમાં દિલ્હીગેટ, ગોટાલાવાડી-વેડ દરવાજા ઓવરબ્રીજ (Ved Darwaja Overbridge), ચંદ્રશેખર આઝાદ બ્રીજ (Chandrashekhar Azad Bridge) અને ગુજરાત ગેસ સર્કલ (Gujarat Gas Circle) થઈને અઠવાગેટ સર્કલ (Athwalines/Athwagate) જતી તમામ સિટી બસ અને BRTS સેવાઓ આ 3 કલાક માટે સ્થગિત રહેશે. આ ફેરફારના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે, તેથી મુસાફરોને અગાઉથી આયોજન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : RFO Sonal Solanki Murder Case: બિહારથી હથિયાર સપ્લાય કરનાર ઝડપાયો, જાણો સમગ્ર મામલો


