Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : ફાગોત્સવના નામે અશ્લીલતા! એકથી વધુ વીડિયો થયા વાયરલ

Surat : સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવના નામે યોજાયેલા એક કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં અશ્લીલ ડાન્સ અને હરકતો જોવા મળી રહી છે.
surat   ફાગોત્સવના નામે અશ્લીલતા  એકથી વધુ વીડિયો થયા વાયરલ
Advertisement
  • સુરતમાં ફાગોત્સવના નામે નાચ-ગાનનો વીડિયો વાયરલ
  • હોળીની ઉજવણીમાં ડાન્સરો પાસે ન શોભે તેવો ડાન્સ
  • કેટલાક સ્થળોએ વેપારીઓએ કર્યો નોટોનો વરસાદ
  • ટેક્સટાઇલ માર્કેટમાં આગ બાદ ઉજવણી ન કરવા કરી હતી અપીલ
  • ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ ઉજવણી નહી કરવા કર્યું હતું નક્કી          
  • કેટલાક વેપારીઓએ ન શોભે તેવા ડાન્સનું કર્યું આયોજન

Surat : સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવના નામે યોજાયેલા એક કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં અશ્લીલ ડાન્સ અને હરકતો જોવા મળી રહી છે. આ ઘટનાએ સમગ્ર વેપારી જગત અને સમાજમાં ચર્ચાઓનો દોર શરૂ કર્યો છે. આ કાર્યક્રમમાં બહારથી બોલાવવામાં આવેલી યુવતીઓએ નાચગાનની સાથે અશ્લીલ હરકતો કરી, જ્યારે વેપારીઓએ તેમના પર નોટો ઉડાવી હતી. આ ઘટનાને સુરત ફોસ્ટા (ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન)ના પ્રમુખે નિંદનીય ગણાવી છે અને સભ્ય સમાજને ન શોભે તેવું વર્તન ગણાવીને આવી હરકતો ન કરવાની અપીલ કરી છે.

ટેક્સટાઇલ માર્કેટમાં અશ્લીલતાનું પ્રદર્શન

સુરત, જે દેશનું મોટું ટેક્સટાઇલ હબ છે, ત્યાં ફાગોત્સવની ઉજવણીના નામે આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બહારથી આવેલી યુવતીઓએ નૃત્ય રજૂ કર્યું, જે ધીમે ધીમે અશ્લીલતામાં પરિવર્તિત થયું. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે વેપારીઓ આ નાચનો આનંદ માણી રહ્યા હતા અને યુવતીઓ પર રૂપિયાની નોટોનો વરસાદ કરી રહ્યા હતા. આ દ્રશ્યો એટલા બીભત્સ હતા કે તે પારિવારિક સમાજની નજરે જોવાય તેવા નથી. આ ઘટનાએ સુરતના વેપારી સમુદાયની પ્રતિષ્ઠા પર પણ સવાલો ઉભા કર્યા છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Advertisement

વેપારીઓની હરકતો પર ફિટકાર

આ વાયરલ વીડિયો બાદ વેપારી વર્ગમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે. કેટલાક વેપારીઓએ આ હરકતોને શરમજનક ગણાવીને તેની નિંદા કરી છે. તેમનું કહેવું છે કે એક તરફ શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગને કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, જેના કારણે સમગ્ર સમુદાયમાં શોકનું વાતાવરણ છે. આવા સમયે આ પ્રકારનું અશોભનીય વર્તન વેપારીઓની છબીને ખરડી રહ્યું છે અને સમાજ સમક્ષ તેમનું માથું નમાવી દીધું છે.

ફોસ્ટા પ્રમુખની પ્રતિક્રિયા

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ કૈલાશ હકીમે આ ઘટના પર સખત વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, "આ પ્રકારની અશ્લીલતા સભ્ય સમાજને શોભે તેમ નથી. સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થવા જોઈએ, પરંતુ તેની આડમાં આવું વર્તન બિલકુલ સ્વીકાર્ય નથી." તેમણે ઉમેર્યું કે વેપારીઓની એક પ્રતિષ્ઠા હોય છે અને આવી હરકતો તેમને શોભતી નથી. તેમણે કહ્યું કે, "વીડિયોમાં જે દ્રશ્યો જોવા મળ્યા તે એક પ્રકારે બીભત્સ છે અને પરિવારજનો પણ તેને જોઈ શકે તેમ નથી." તેમણે વેપારીઓને અપીલ કરી કે આવું અશોભનીય વર્તન ભવિષ્યમાં ન થાય.

આગના નુકસાન વચ્ચે અશ્લીલતા

શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં તાજેતરમાં લાગેલી આગની ઘટનાએ વેપારીઓને આર્થિક રીતે ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ ઘટનાથી સમગ્ર વેપારી સમુદાયમાં દુઃખની લાગણી ફેલાઈ છે. આવા સંજોગોમાં ફાગોત્સવના નામે થયેલું આ અશ્લીલ આયોજન વેપારીઓની સંવેદનશીલતા પર પણ સવાલ ઉભા કરે છે. એક તરફ નુકસાનનો સામનો કરી રહેલા વેપારીઓએ આવા સમયે આ પ્રકારનું વર્તન કરીને પોતાની જ પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે.

આ પણ વાંચો :   રાજકોટ સિવિલમાં દર્દીઓ ભગવાન ભરોસે? હકાભા ગઢવીએ કહ્યું - મારી ઓળખાણ હોવા છતા..!

Tags :
Advertisement

.

×