Surat: ઓલપાડમાં રાજકીય ભૂકંપ! સરપંચ-ડેપ્યુટી સરપંચ વચ્ચે જંગ, આખરે કોની ખુરશી ગઈ?
સુરતના ઓલપાડ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ રૂચિકા પટેલને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા હોવાની માહિતી સામે આવી છે. માત્ર 16 દિવસમાં ₹41 લાખનાં કામોની ચૂકવણી અંગે ડેપ્યુટી સરપંચે ફરિયાદ કરી હતી. બંને પક્ષોએ ભ્રષ્ટાચારના સામસામા આક્ષેપો કર્યા છે. આનંદભાઈ કહારને પંચાયતનો ચાર્જ સોંપાયો છે. અગાઉ 2023માં પણ મહિલા સરપંચ સામે સસ્પેન્શનની કાર્યવાહી થઈ હતી.
Advertisement
Surat: સુરત જિલ્લાના ઓલપાડ ગ્રામ પંચાયત (Olpad Gram Panchayat) માં સરપંચ અને ડેપ્યુટી સરપંચ વચ્ચે ચાલી રહેલા વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો અને નાણાકીય ગેરરીતિ અંગેની ફરિયાદ બાદ જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા મહિલા સરપંચ રૂચિકા પટેલ (Ruchika Patel) ને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. માત્ર 16 દિવસમાં ₹41 લાખનાં વિકાસકામોની ચૂકવણીનો મુદ્દો વિવાદનું મુખ્ય કારણ બન્યો છે.

