Surat : 'કોકેન સિન્ડિકેટ' કેસમાં વધુ એકની ધરપકડ, ધો. 12 ભણેલો યુવક ડ્રગ્સનાં રવાડે ચઢ્યો!
- Surat માં મોટા કોકેન સિન્ડિકેટનો પર્દાફાશ થયો
- ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી
- આરોપી વોટ્સએપ મારફતે એમ.ડી. ડ્રગ્સની સપ્લાય કરતો હતો
- બે દિવસ પહેલા બે ડ્રગ્સ પેડલરની કરાઈ હતી ધરપકડ
- ડ્રગ્સ નેટવર્કની મુખ્ય સૂત્રધાર નાઈજિરિયન મહિલા ‘કાલી’ હોવાનું ખુલ્યું
સુરતમાં (Surat) મોટા કોકેન સિન્ડિકેટનો (Cocaine Syndicate) પર્દાફાશ થયો છે. આ કેસમાં એક વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નશાનો આદી બનેલો ડ્રગ્સ પેડલર યશ બુંદેલાને અડાજણ ગૌરવપથ રોડ (Adajan Gauravpath Road) પરથી ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી વોટ્સએપ મારફતે એમ.ડી. ડ્રગ્સની સપ્લાય કરતો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું કે તે ડ્રગ્સનો સેવન ગુટખામાં મિક્સ કરીને અથવા નાક દ્વારા કરે છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે (Surat Crime Branch) કુલ 3 આરોપીની ધરપકડ કરી કુલ રૂપિયા 11.90 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં નાઇજિરિયન મહિલા (Nigerian Woman) ‘કાલી’ કોકેન નેટવર્કની મુખ્ય સૂત્રધાર હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી છેલ્લા 3-4 વર્ષથી કોકેન, MD જેવા ડ્રગ્સનું સેવન કરતો હતો
માહિતી અનુસાર, સુરત ક્રાઈમ બ્રાંચે (Surat Crime Branch) અડાજણ ગૌરવપથ રોડ પરથી વધુ એક કોકેઇન પેડલર યશ સંદીપ બુંદેલાને ઝડપી પાડ્યો છે. યશ છેલ્લા 3-4 વર્ષથી કોકેન અને એમ.ડી. જેવી માદક દવાઓનું સેવન કરતો હતો. ધીમે-ધીમે આ લત એટલી ગંભીર બની ગઈ કે, પોતાની નશાની જરૂરિયાત પૂરી કરવા માટે તેણે ડ્રગ્સનો વેપાર શરૂ કર્યો. યશનાં પિતા ચોકબજાર વિસ્તારમાં ઇમિટેશન જ્વેલરીની દુકાન ચલાવે છે અને યશે 12 મું ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. પોલીસ પૂછપરછમાં યશે જણાવ્યું કે, તે ડ્રગ્સનો સેવન ગુટખામાં મિક્સ કરીને અથવા નાક દ્વારા કરે છે.
-સુરતમાં મોટું કોકેઇન સિન્ડિકેટનો પર્દાફાશ
-ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
-નાઇજિરિયન મહિલા ‘કાલી’ કોકેઇન નેટવર્કની મુખ્ય સૂત્રધાર
-બે યુવકો મિતેશ પાંડે અને ચેતન પરમાર પોલીસના જાળમાં
-યશ સંદીપ બુંદેલાની પણ ધરપકડ @CP_SuratCity @SP_SuratRural #Gujarat #Surat #crime #gujaratfirst pic.twitter.com/EqB1oYRbBS— Gujarat First (@GujaratFirst) May 22, 2025
આ પણ વાંચો - Rajkot : શાળા સંચાલકનાં અંગતપળોનો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપનારા 3 બોગસ પત્રકાર ઝડપાયા
બે દિવસ પહેલા બે ડ્રગ્સ પેડલરની કરાઈ હતી ધરપકડ
જણાવી દઈએ કે, બે દિવસ પહેલા ક્રાઈમ બ્રાંચે અઠવા ગેટ (Athwa Gate) પાસે મહાવીર હોસ્પિટલ નજીક બંધાઈ રહેલા ઓમેગા હોસ્પિટલની બિલ્ડિંગ પાસે બાઈક પર જતાં બે ડ્રગ્સ પેડલરને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી રૂપિયા 8.49 લાખની કિંમતનું 8.490 ગ્રામ કોકેન જપ્ત કરવામાં આવ્યું હતું. આ બંને પેડલર યશ બુંદેલાને અડાજણમાં કોકેઇનની ડિલિવરી આપવા જઈ રહ્યા હતા.
આ પણ વાંચો - S G Highway પર ફૂટબોલ ખેલાડીને ટક્કર મારી કોમામાં ધકેલનારો પોલીસ પુત્ર કેવી રીતે ઓળખાયો ?
ડ્રગ્સ નેટવર્કની મુખ્ય સૂત્રધાર નાઈજિરિયન મહિલા ‘કાલી’ હોવાનું ખુલ્યું
આ કેસની મુખ્ય સૂત્રધાર એક નાઈજિરિયન મહિલા (Nigerian Woman) ‘કાલી’ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ મહિલા મુંબઈનાં (Mumbai) વસઈ વિસ્તારમાં રહે છે. તેનો સાથી રાજેશ પ્રસાદ કોકેનની ડિલિવરી માટે સુરતમાં (Surat) આવ્યો હતો. પહેલાં ઝડપાયેલા પેડલર મિતેશ સુનિલ પાંડે અને ચેતન મોહન પરમારને રાજેશે રૂપિયા 8.49 લાખની કોકેન સપ્લાય કરી હતી, જે તેમણે ચશ્માનાં કવરમાં મૂકીને યશને આપવા જઈ રહ્યા હતા. પરંતુ, ડિલિવરી કરતા પહેલા જ તેઓ ક્રાઈમ બ્રાંચનાં હાથે ચઢી ગયા હતા. હવે, ક્રાઈમ બ્રાંચની ટીમ વસઈ (Vasai) જઈને કાલી અને તેના સાથીની શોધખોળ કરશે.
આ પણ વાંચો - Surat : સાવકા પિતાએ દીકરી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ, કાળી કરતૂત સામે 12 વર્ષે ફરિયાદ!