Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat : પોશ વિસ્તારમાં ચીલઝડપના કિસ્સા, પાલમાં મોર્નિંગ વૉક કરતા દંપતીનો દોરો તૂટયો

સુરતના પોશ ગણાતા પાલ (Pal) વિસ્તારમાં મોર્નિંગ વૉક કરી રહેલા એક દંપતીને નિશાન બનાવી સોનાની ચેનની ચીલઝડપ (Chain Snatching) કરનાર રીઢા ગુનેગારને સુરત ક્રાઈમ બ્રાંચે (Surat Crime Branch) ઝડપી પાડ્યો છે. સીસીટીવી ફૂટેજ (CCTV Footage) ના આધારે હાથ ધરવામાં આવેલી તપાસમાં ભેસ્તાન આવાસ પાસેથી સાહિલ શેખ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે,
Advertisement

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વહેલી સવારે વોકિંગ પર નીકળતા નાગરિકોને નિશાન બનાવતી ગેંગ સક્રિય થઈ છે. તાજેતરમાં પાલ વિસ્તારમાં એક દંપતી સવારના સમયે વોકિંગ કરી રહ્યું હતું, ત્યારે બાઇક સવાર બદમાશો તેમની સોનાની ચેન તોડી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે ક્રાઈમ બ્રાંચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ તેજ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે ભેસ્તાન આવાસ પાસે આ ગુનામાં સંડોવાયેલ શખ્સ હાજર છે. જેના આધારે વોચ ગોઠવીને સાહિલ શેખની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તેની પાસે રહેલા ત્રણ મોબાઈલ ફોન અને મોપેડ પણ ચોરીના છે. પોલીસે તેની પાસેથી 3.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Advertisement
Tags :
Advertisement

.

×