સુરતમાં મોટી દુર્ઘટના: મીંઢોળા નદીના ધસમસતા પ્રવાહમાં 20 વર્ષીય યુવક તણાયો
Surat Palsana Mindhola River Drowning: સુરતના પલસાણાના મલેકપોર ગામે મીંઢોળા નદીના કોઝવે પર પાણીમાં તણાઈ રહેલું ચપ્પલ લેવા જતાં 20 વર્ષીય શિવશંકર શ્રીવાસ્તવ નદીમાં તણાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં બારડોલી અને કડોદરા ફાયર વિભાગ તેમજ પોલીસે મોડી સાંજ સુધી શોધખોળ હાથ ધરી હતી, પરંતુ યુવકની હજુ સુધી કોઈ ભાળ મળી નથી.
Advertisement
Surat Palsana Mindhola River Drowning: સુરત જિલ્લાના પલસાણા (Palsana) તાલુકામાંથી એક અત્યંત ચિંતાજનક અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. પલસાણાના મલેકપોર ગામ નજીકથી પસાર થતી મીંઢોળા નદી (Mindhola River) ના કોઝવે પર પાણીના ભારે પ્રવાહમાં 20 વર્ષનો એક આશાસ્પદ યુવક તણાઈ ગયો છે. નદીના ધસમસતા વહેણમાં તણાઈ ગયેલા યુવકની ઓળખ શિવશંકર શ્રીવાસ્તવ તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર, પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

