Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat: પતિ દુકાનેથી ઘરે આવ્યો ને પત્ની ફાંસો ખાધેલી હાલતમાં મળી, જાણો સમગ્ર મામલો

સુરતના પાંડેસરામાં 22 વર્ષીય મમતા દેવી નામની પરિણીતાએ જમવા બાબતે પતિ સાથે થયેલી સામાન્ય બોલાચાલી બાદ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૂળ ઉત્તર પ્રદેશના આ દંપતીના લગ્નને બે વર્ષ થયા હતા અને તેઓ છેલ્લા બે મહિનાથી પાંડેસરામાં રહેતા હતા. પતિ જ્યારે ઘરે પરત ફર્યો ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
surat  પતિ દુકાનેથી ઘરે આવ્યો ને પત્ની ફાંસો ખાધેલી હાલતમાં મળી  જાણો સમગ્ર મામલો
Advertisement
  • Surat માં પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કર્યો
  • મૃતક 22 વર્ષીય મહિલાનું નામ મમતા દેવી હતું
  • સવારના સમયે જમવા બાબતે પતિ સાથે ઝઘડો થયો

Surat: સુરતના પાંડેસરા (Pandesara) વિસ્તારમાંથી એક હચમચાવતી આપઘાતની ઘટના સામે આવી છે. અહીં એક 22 વર્ષીય પરિણીતાએ જમવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી બાદ ગળેફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ દુખદ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

નાની વાતમાં મમતા દેવીનું આત્મઘાતી પગલું

પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક પરિણીતાનું નામ મમતા દેવી (Mamta Devi) હોવાનું સામે આવ્યું છે. સવારના સમયે જમવા બનાવવાની બાબતને લઈને પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ નાની એવી વાત મમતા દેવીના મન પર એટલી હદે લાગી ગઈ કે તેણે આ આત્મઘાતી (Suicidal) પગલું ભરી લીધું હતું.

Advertisement

પતિ ઘરે આવ્યોને જોયુ તો...

મૃતકના પતિ વિકાસ કુમારે (Vikas Kumar) પોલીસ અને પરિવારને જણાવ્યું કે, તે જ્યારે પોતાની કામકાજની જગ્યાએથી એટલે કે દુકાનેથી પાછો ઘરે આવ્યો ત્યારે જોયું કે પત્ની ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈને પતિ સ્તબ્ધ થઈ ગયો હતો. તેણે તાત્કાલિક અન્ય લોકોની મદદથી ઘરનો દરવાજો તોડીને પત્નીને નીચે ઉતારી હતી અને ગંભીર હાલતમાં સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખસેડી હતી. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ મમતા દેવીને મૃત જાહેર કરી હતી.

Advertisement

લગ્નને માત્ર બે જ વર્ષ થયા હતા

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ દંપતી મૂળ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ફતેહપુરના વતની હતા અને રોજગાર અર્થે સુરત આવીને છેલ્લા બે મહિનાથી પાંડેસરા વિસ્તારમાં રહેતા હતા. મમતા અને વિકાસના લગ્નને માત્ર બે વર્ષ જેટલો જ સમય થયો હતો. આટલા ટૂંકા ગાળામાં પત્નીના નિધનથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલ પાંડેસરા પોલીસે (Pandesara Police) આ સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર નાની વાતોમાં આવેશમાં આવીને લેવાતા ખોટા નિર્ણયો સામે ચિંતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ RFO Sonal Solanki Murder Case: બિહારથી હથિયાર સપ્લાય કરનાર ઝડપાયો, જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

.

×