Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: પાટીદાર સમાજના આગેવાનો લેટરકાંડમાં સમાજની દિકરીના સન્માનના મુદ્દે આકરા પાણીએ

અમરેલી લેટર કાંડ કેસમાં ધરપકડ કરાયેલી ટાઈપિસ્ટ યુવતી મામલે મામલો ગરમાયો
surat  પાટીદાર સમાજના આગેવાનો લેટરકાંડમાં સમાજની દિકરીના સન્માનના મુદ્દે આકરા પાણીએ
Advertisement
  • રી-કન્સ્ટ્રક્શનના નામે જાહેરમાં સરઘસ કાઢતા મામલો ગરમાયો
  • તાત્કાલિક પોલીસ અધિકારીઓ સમયે કડક કાર્યવાહીની માંગ કરી
  • જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી

Surat: અમરેલી લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી ટાઈપિસ્ટ યુવતીનું પોલીસ દ્વારા રી-કન્સ્ટ્રક્શનના નામે જાહેરમાં સરઘસ કાઢતા મામલો ગરમાયો છે.જેના ઘેરો પ્રત્યાઘાત સુરતમાં જોવા મળ્યા છે.સુરત (Surat)માં પાટીદાર સમાજના આગેવાનો આકરા મુડમાં જોવા મળી રહ્યા છે.જે ઘટનાના વિરોધમાં પોલીસ અધિકારીઓએ સામે કાર્યવાહીની માંગ સાથે જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે. જ્યાં કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ પણ સમર્થન જાહેર કરી તાત્કાલિક પોલીસ અધિકારીઓ સમયે કડક કાર્યવાહીની માંગ કરી છે.

અમરેલી લેટર કાંડમાં પાટીદાર સમાજની યુવતીની ધરપકડ કરવામાં આવી

અમરેલી (Amreli) લેટર કાંડમાં પાટીદાર સમાજની યુવતીની ધરપકડ કરવામાં આવી હતી.યુવતી જે ઓફિસમાં કામ કરતી હતી તે સ્થળેથી પોલીસ (Police) દ્વારા થોડા જ અંતરમાં રિ કન્સ્ટ્રક્શનના નામે યુવતીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.આ ઘટનાના ઘેરા પડઘા સમસ્ત પાટીદાર સમાજમાં પડ્યા છે. જ્યાં માત્ર સામાન્ય ગુન્હામાં યુવતીનું રિ કન્સ્ટ્રક્શનના નામે જાહેરમાં સરઘસ કાઢતા પાટીદાર સમાજમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. જેના ઘેરા પ્રત્યાઘાત સુરતમાં જોવા મળ્યા છે. સુરતમાં વિવિધ પાટીદાર અગ્રણી સંસ્થાઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુવાત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો લઈ આવેલા લોકોએ ભાજપ (BJP) સામે સૂત્રોચાર અને નારેબાજી કરી પાટીદાર સમાજની દીકરીને ન્યાય આપવાની માંગ કરી હતી.એટલું જ નહીં પરંતુ યુવતીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું,તેમ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

Advertisement

આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં 2025માં વિવિધ ઐતિહાસિક સીમા ચિન્હરૂપ જન્મોત્સવની ઉજવણી કરાશે

Advertisement

ગુજરાતમાં દારૂ,ભૂમાફિયાઓ સહિત ગુનેગારો બેફામ બન્યા

સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે,ગુજરાત (Gujarat)માં દારૂ,ભૂમાફિયાઓ સહિત ગુનેગારો બેફામ બન્યા છે.આવા તત્વો સામે કડક કાર્યવાહી અથવા જાહેરમાં સરઘસ કાઢવામાં આવતા નથી.પરંતુ એક દીકરી જે માત્ર આઠ હજારના પગારમાં ઓફિસમાં નોકરી કરતી હતી અને માલિકના કહેવા પર લેટર ટાઇપ કર્યો તે દીકરીને ગુનેગાર બનાવવામાં આવી છે.પોલીસ ઇચ્છતી હોત તો દીકરીને સાક્ષી તરીકે લઈ શકી હોત.પરંતુ તેમ નહીં કરી ખોટી રીતે તેણીને ફિટ કરી ગુન્હો દાખલ કરવામાં આવ્યો.જે દીકરીને જાહેરમાં અપમાનિત કરવામાં આવી.જે દીકરીને ન્યાય મળે તેવી માંગ છે. લેટરકાંડ મુદ્દે કોંગ્રેસ નેતા અસલમ સાયકલ વાળાએ જણાવ્યું હતું કે,દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું તે દુઃખની બાબત છે.આ દીકરી કોઈ ડાકુ અથવા હત્યાની આરોપી ન્હોતી.જે દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવું પડ્યું.મહિલાઓની સન્માનની વાત કરવામાં આવે છે,પરંતુ અહીં તો સામાન્ય ગુન્હામાં મહિલાઓના રિ કન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢી જાહેરમાં અપમાનિત કરવામાં આવી છે.જેથી આ ઘટનામાં જવાબદાર અધિકારીઓએ સામે તત્કાલિક પગલા ભરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

અહેવાલ: રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત

આ પણ વાંચો: Gujarat: 9 નવી મહાનગરપાલિકામાં કમિશનર નિમાયા, જાણો કોની થઇ નિયુક્તિ

Tags :
Advertisement

.

×