Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : મહિધરપુરામાં ધોળા દિવસે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, Video વાઇરલ

સુરતનાં મહિધરપુરમાં આજે દિવસ દરમિયાન ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયાની ગોઝારી ઘટના બની હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. હીરા બજારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરાતા ટીમ ત્યાં પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી.
surat   મહિધરપુરામાં ધોળા દિવસે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ  video વાઇરલ
Advertisement
  1. Surat નાં મહિધરપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરી
  2. હીરા બજારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની
  3. બ્લાસ્ટ થતાં દોડધામ, ફાયરની ટીમ ઘટનાસ્થળે
  4. ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી
  5. ગેસ લીકેજના કારણે ઘટના બની હોવાનું અનુમાન

Surat : સુરતનાં મહિધરપુરમાં આજે દિવસ દરમિયાન ગેસ સિલિન્ડર બ્લાસ્ટ (Gas Cylinder Blast) થયાની ગોઝારી ઘટના બની હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. હીરા બજારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરાતા ટીમ ત્યાં પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. પરંતુ, ધોળા દિવસે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં થોડા સમય માટે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો - Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવશે ગુજરાત, ખેડૂતોને નુકસાન અંગે કૃષિમંત્રીનું નિવેદન

Advertisement

Surat નાં મહિધરપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, પ્રચંડ આવાજથી લોકો ગભરાયા!

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં (Surat) મહિધરપુરા હીરા બજાર વિસ્તારમાં (Mahidharpura Diamond Market) આવેલ બિલ્ડિંગનાં ટોચનાં માળે આજે ધોળા દિવસે અચાનક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટનાં પ્રચંડ આવાજથી સ્થાનિકો ડરી ગયા હતા અને અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને કોલ કરી ઘટનાની જાણ કરવામાં આવી હતી. આથી, ફાયર વિભાગની ગાડીઓ (Fire Department) ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી.

Advertisement

આ પણ વાંચો - Surat: સુરતની કોલેજમાં સ્પીચ આપતી યુવતીનું મોત, એકાએક ઢળી પડી

ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી

સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. પરંતુ, દિવસ દરમિયાન એકાએક સિલિન્ડ બ્લાસ્ટ થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગનાં જાણાવ્યા અનુસાર, ગેસ લીકેજનાં કારણે ઘટના બની હોવાનું અનુમાન છે. જો કે, આ મામલે વધુ તપાસ ચાલુ છે. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

આ પણ વાંચો -  Rajkot : સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, કમ્પાઉન્ડમાં દારૂની બોટલો મળતા અનેક સવાલ!'

Tags :
Advertisement

.

×