Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat Petrol Diesel Public Reactions: તેલ જુઓ... તેલની ધાર જુઓ અને હવે પેટ્રોલના ભાવ જુઓ! સુરતીઓએ ભાવ વધારાને પણ રમુજમાં ઉડાવ્યો

જે શહેરમાં સવારના નાસ્તામાં 'લોચો' ફેમસ હોય, ત્યાં પેટ્રોલના ભાવમાં લોચો વાગે તો સુરતીઓ ચૂપ થોડા રહે? સવાર-સવારમાં પેટ્રોલ પંપ પર એવા દ્રશ્યો સર્જાયા કે જોનારા હસી-હસીને લોથપોથ થઈ ગયા. કોઈને ખબર નથી કે શું થયું છે, તો કોઈ વળી 5 રૂપિયાના બિસ્કિટ સાથે પેટ્રોલના ભાવની સરખામણી કરી રહ્યું છે. આખરે સુરતીલાલાઓએ મોંઘવારીના આ 'ડામ' ને કેવી રીતે 'જામ' માં ફેરવી દીધો? જાણવા જેવું છે આ કિસ્સો.
surat petrol diesel public reactions  તેલ જુઓ    તેલની ધાર જુઓ અને હવે પેટ્રોલના ભાવ જુઓ  સુરતીઓએ ભાવ વધારાને પણ રમુજમાં ઉડાવ્યો
Advertisement
  • Surat Petrol Diesel Public Reactions:: સુરતીલાલાઓનો મિજાજ
  • '3 રૂપિયાના વધારામાં શું? એટલાનું તો બિસ્કિટ આવે!'
  • પેટ્રોલના ભાવ પર સુરતી પ્રતિક્રિયા વાયરલ
  • સુરતમાં પેટ્રોલના ભાવ વધતા ભાઈઓની હાલત કફોડી
  • પેટ્રોલ પંપ પર 'લોચો' પડ્યો!
  • ભાવ વધતા સુરતીલાલાઓએ હવે EV અને બસના સપના જોવાનું શરૂ કર્યું

Surat Petrol Diesel Public Reactions: પેટ્રોલના ભાવ વધે ત્યારે સામાન્ય રીતે લોકો રડતા હોય છે, પણ સુરતમાં તો કંઈક અલગ જ 'પિક્ચર' જોવા મળ્યું. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, તેવામાં સુરતમાં મિશ્ર પ્રતિભાવ સામે આવ્યો છે, કેટલાક લોકો આ ભાવ વધારાને અસહ્ય ગણાવી રહ્યા છે. જ્યારે કેટલાક લોકોના જવાબ એવા મળ્યા, જે સાંભળીને તમે તામરું માથું ખંજવાળવા લાગશો.

ગુજરાત ફર્સ્ટ ન્યૂઝે જ્યારે આ અંગે સુરતમાં લોકોની પ્રતિક્રિયા જાણવા પ્રયાસ કર્યો તો, એક ભાઈએ તો એવી વ્યથા ઠાલવી કે હવે રસ્તા પર રખડપટ્ટી કરવા પર 'હોમ મિનિસ્ટર' એટલે કે પત્નીએ બ્રેક લગાવી દીધી છે. ભાવ વધારાના આ ઝટકા વચ્ચે સુરતની જનતાએ જે જવાબો આપ્યા છે, તે સાંભળીને તમે મોંઘવારી ભૂલીને હસવા માંડશો. શું છે આ આખી વાર્તા? વાંચો અંદર.

Advertisement

આ પણ વાંચો--- સામાન્ય જનતા પર મોંઘવારીનો મિસાઈલ એટેક, યુદ્ધની અસરથી Bhavnagar માં Petrol Diesel Price ના ભાવમાં તોતિંગ વધારો

Advertisement

સુરતીલાલાઓની રમૂજી પ્રતિક્રિયા (Surti Public Reaction)

સુરતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયા સુધીનો વધારો (Increase) થતા નાગરિકોની મુશ્કેલીઓ વધી છે. જોકે, સુરતીઓ પોતાની અનોખી સ્ટાઈલ માટે જાણીતા છે. એક ભાઈએ તો હસતા હસતા કહી દીધું કે 3 રૂપિયા વધ્યા તેમાં શું? અત્યારે તો નાનકડા બિસ્કીટના પેકેટ (Biscuit Packet) ના પણ 5 રૂપિયા લે છે. આટલો વધારો તો કંઈ ન કહેવાય. બીજી તરફ, એક બહેન તો એવા હતા કે, જેમને ખબર જ નહોતી કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. જ્યારે અન્ય એક ભાઈએ નિસાસો નાખતા કહ્યું કે હવે ઘરેથી ઓર્ડર છૂટ્યા છે કે ખોટા બહાર ફરવા ના નીકળશો.

પેટ્રોલ ગાડી મૂકો અને EV અપનાવો (Electric Vehicles Trend)

ઈંધણની કિંમતો વધતા હવે વાહન ચાલકો પેટ્રોલ વાહનોનો ઉપયોગ ઓછો કરવાનું વિચારી રહ્યા છે. ત્યારે સુરતના કેટલાક લોકો ગંભીર જોવા મળ્યા, તેમણે જણાવ્યું કે હવે ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicles) ખરીદવા સિવાય હવે કોઈ વિકલ્પ બચ્યો નથી. ઘણા સુરતીઓએ હવે પબ્લિક ટ્રાન્સપોર્ટ (Public Transport) નો સહારો લેવાનું મન બનાવી લીધું છે. પેટ્રોલ ગાડી લઈને નીકળવું હવે મોંઘું પડતું હોવાથી જરૂર વગર બહાર ન જવાનું લોકો પસંદ કરી રહ્યા છે. મોંઘવારીએ મધ્યમ વર્ગના ખિસ્સા પર સીધી કાતર ફેરવી છે.

સામાન્ય નાગરિકને અસહ્ય હાલાકી (Common Man Problems)

દરેક ચીજવસ્તુઓ પર ભાવ વધારો (Price Hike) થવાથી સામાન્ય નાગરિકની હાલત કફોડી બની છે. સુરતના કેટલાક વિસ્તારોમાં આ વધારાને અસહ્ય ગણાવવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતા શાકભાજી અને અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મોંઘી થવાની દહેશત છે. શક્ય હોય ત્યાં સુધી લોકો હવે પગપાળા અથવા સાયકલનો ઉપયોગ કરવાની પણ વાતો કરી રહ્યા છે. સુરતની જનતા અત્યારે તો ભાવ વધારાના આ ઝટકાને પોતાની રીતે પચાવવાનો પ્રયત્ન (Effort) કરી રહી છે.

આ પણ વાંચો--- Petrol Diesel Price Hike ની 'ઈનસાઈડ સ્ટોરી', સરકાર તિજોરી ખાલી કરી રહી છે: Arvind Thakkar

 

Tags :
Advertisement

.

×