Surat : અક્ષરધામ મંદિરનાં સ્વયંસેવકને માર મારનારા 3 ઇસમનો પોલીસે જાહેરમાં 'વરઘોડો' કાઢ્યો!
- Surat માં અક્ષરધામ મંદિરનાં સ્વયંસેવક સાથે મારામારીનો કેસ
- પોલીસે ત્રણેય આરોપી યુવકની ધરપકડ કરી જાહેરમાં વરઘોડો કાઢ્યો
- દિનેશભાઈ માંગુકિયા નામનાં સ્વયંસેવક ટ્રાફિક વ્યવસ્થામાં ઊભા હતા
- ટ્રાફિકમાંથી પોતાની ગાડી નહીં જવા દેતા બોલાચાલી કરી મારામારી કરી
સુરતમાં (Surat) અક્ષરધામ મંદિરનાં સ્વયંસેવક સાથે મારામારી મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી જાહેરમાં વરઘોડો કાઢ્યો છે. અક્ષરધામ મંદિરનાં (Akshardham Temple) દિનેશભાઈ માંગુકિયા નામના સ્વયંસેવક ટ્રાફિક વ્યવસ્થામાં ઊભા હતા ત્યારે ટ્રાફિકમાંથી પોતાની ગાડી નહીં જવા દેતા આરોપીઓએ બોલાચાલી કરી હતી. કારમાં બેસેલા 3 ઈસમે સ્વંયસેવકને ઢોર માર માર્યો હતો. આ મામલે જહાંગીરપુરા પોલીસ મથકમાં (Jahangirpura Police Station) ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વાંચો - અંબાજી મંદિરમાં જેઠ સુદ પુનમે કેરીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો
પોલીસે ત્રણેય આરોપી યુવકની ધરપકડ કરી જાહેરમાં વરઘોડો કાઢ્યો
સુરતમાં (Surat) આવેલા અક્ષરધામ મંદિર ખાતે સ્વયંસેવક સાથે મારામારી મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓને સાથે રાખી તેમનો જાહેરમાં વરઘોડો કાઢ્યો છે. માહિતી અનુસાર, અક્ષરધામ મંદિરનાં દિનેશભાઈ માંગુકિયા નામના સ્વયંસેવક સેવામાં હતા. દરમિયાન, દિનેશભાઈ માંગુકિયા ટ્રાફિક વ્યવસ્થામાં ઊભા હતા ત્યારે કારમાં સવાર ઇસમોએ દિનેશભાઈ સાથે બોલાચાલી કરી હતી.
આ પણ વાંચો - Jagannath Jalyatra: ભગવાન જગન્નાથની જળયાત્રાનો પ્રારંભ, 108 કળશથી કરાશે ભવ્ય જળાભિષેક
ટ્રાફિકમાંથી પોતાની ગાડી નહીં જવા દેતા મારામારી કરી
માહિતી અનુસાર, ટ્રાફિકમાંથી પોતાની ગાડી નહીં જવા દેતા આરોપીઓએ દિનેશભાઈ સાથે મારામારી પણ કરી હતી. સાથે જ દિનેશભાઈને છોડાવવા વચ્ચે પડેલા અન્ય સ્વંયસેવકને પણ યુવકો દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ મામલે જહાંગીરપુરા પોલીસ મથકમાં (Jahangirpura Police Station) ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદનાં આધારે કાર્યવાહી કરી ત્રણ યુવકની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Morari Bapu Wife Passed Away : રાજ્યના પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુના ધર્મપત્નીનું નિધન