Surat : દીકરીઓની છેડતી કરનારા ઇસમને પોલીસે બરોબરનો પાઠ ભણાવ્યો!
- Surat માં છેડતી કરતા આરોપીને પોલીસે ભણાવ્યો પાઠ
- બે દીકરીઓની છેડતી કરનાર આરોપીનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું
- 700 CCTV તપાસી 60 લોકોની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો
સુરતનાં (Surat) ઉધના વિસ્તારમાં બે દિવસ પહેલા સરાજાહેર એક નરાધમ દ્વારા દીકરીઓની છેડતી કરવામાં આવી હતી. આ ઘટનાનાં CCTV ફૂટેજ સામે આવતા સુરત પોલીસે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી બરોબરનો પાઠ ભણાવ્યો છે. ઉધના પોલીસે જાહેરમાં આરોપીનું સરઘસ કાઢ્યું છે. 700 CCTV તપાસી 60 લોકોની ટીમે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો - Narmada : ગર્ભવતી મહિલાને ઝોળીમાં નાખી 10 કિમી દૂર હોસ્પિટલ લઈ જવાઈ!
Surat Police । છેડતીબાજો પર ભડકી સુરતની જનતા । આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ | Gujarat First#Suratpolice #molesters #procession #Gujaratfirst #gujaratpolice #Gujaratfirst@CP_SuratCity @sanghaviharsh @GujaratPolice @VikasSahayIPS pic.twitter.com/aoze5cgyWJ
— Gujarat First (@GujaratFirst) December 12, 2024
પોલીસની 60 લોકોની ટીમોએ 700 CCTV ફૂટેજ ચેક કરી આરોપીની ધરપકડ કરી
સુરતનાં (Surat) ઉઘના વિસ્તારમાં (Udhna) આવેલી અમન સોસાયટીમાં થોડા દિવસ પહેલા એક યુવતી મોપેડ ઊભી હતી ત્યારે એક શખ્સ ત્યાં આવ્યો હતો અને યુવતી સાથે શારીરિક અડપલાં કરી તેણીની છેડતી કરી હતી. આ ઘટનાનાં CCTV સામે આવતા પોલીસે આરોપીની શોધખોળ આદરી હતી. માહિતી અનુસાર, સુરત પોલીસની 60 લોકોની અલગ અલગ ટીમે 700 CCTV ફૂટેજ ચેક કરી આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ નેમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બારે તરીકે થઈ છે.
આ પણ વાંચો - Gandhinagar : CM Bhupendra Patel ની બીજી ટર્મને આજે 2 વર્ષ પૂર્ણ, મુખ્યમંત્રીએ કહી આ વાત!
બે દીકરીઓની છેડતી કરનાર આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ
આરોપી નેમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બારની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેણે ત્રણ દીકરીઓની છેડતી કરી હતી. ઉઘના પોલીસે (Udhna Police) આરોપી અરમાનનું સરાજાહેર સરઘસ કાઢી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ઇસમોને ચેતવ્યા હતા. ઉધના પોલીસે ગણતરીનાં કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Gopal Namkeen fire : શંકાસ્પદ આગની ઘટના બાદ માલિકની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?