Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Surat : ભોપાલનો રહેમાન ડકેત કોણ છે ? 6 રાજ્યની પોલીસના નાકમાં કરી દીધો છે દમ

Surat : બોલીવુડ ફિલ્મ "ધુરંધર" નું પાત્ર "રહેમાન ડકેત" આજકાલ સમાચારમાં છે, ત્યારે ભારતના ગુનાખોરીના ઇતિહાસમાં એક મોટું નામ ગણાતો અને છેલ્લા 20 વર્ષથી દેશભરની પોલીસને થાપ આપી રહેલો કુખ્યાત ‘રહેમાન ડકેત’ આખરે કાયદાના સકંજામાં આવી ગયો છે. સુરતમાંથી કુખ્યાત ગુનેગાર રહેમાન ડકેત ઉર્ફ રાજુ ઈરાની, ઉર્ફે આબિદ અલી ઈરાની ડેરાનો નેતા છે. જેને 6થી વધુ રાજ્યોમાં પોલીસ શોધી રહી હતી.
surat   ભોપાલનો રહેમાન ડકેત કોણ છે   6 રાજ્યની પોલીસના નાકમાં કરી દીધો છે દમ
Advertisement
  • Surat : રાજુ ઈરાની ઉર્ફ રહેમાન ડકેતની સુરત પોલીસે કરી ધરપકડ
  • ભોપાલનો કુખ્યાત ગુનેગારોની ગેંગ 14 રાજ્યમાં છે સક્રિય
  • રહેમાત ડકેતને 6 રાજ્યની પોલીસ શોધી રહી હતી.

Surat : બોલીવુડ ફિલ્મ "ધુરંધર" નું પાત્ર "રહેમાન ડકેત" આજકાલ સમાચારમાં છે, ત્યારે ભારતના ગુનાખોરીના ઇતિહાસમાં એક મોટું નામ ગણાતો અને છેલ્લા 20 વર્ષથી દેશભરની પોલીસને થાપ આપી રહેલો કુખ્યાત ‘રહેમાન ડકેત’ આખરે કાયદાના સકંજામાં આવી ગયો છે. સુરતમાંથી કુખ્યાત ગુનેગાર રહેમાન ડકેત ઉર્ફ રાજુ ઈરાની, ઉર્ફે આબિદ અલી ઈરાની ડેરાનો નેતા છે. જેને 6થી વધુ રાજ્યોમાં પોલીસ શોધી રહી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે તેને શહેરમાં એક મોટા ગુનાની યોજના બનાવતી વખતે ઝડપી પાડ્યો છે.

પ્રાપ્તથતી માહિતી અનુસાર સુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર જે.એન. ગોસ્વામી અને ટીમને ભોપાલનો કુખ્યાત ગુનેગાર રહેમાન ડકેત સુરતમાં આવ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે સુરત પોલીસે ગણતરીના કલાકોમાં જ ભોપાલના કુખ્યાત ગુનેગાર રહેમાન ડકેતને ઝડપી પાડ્યો હતો. જો કે સૂત્રો અનુસાર આ કુખ્યાત આરોપીને 6 રાજ્યોની પોલીસ શોધી રહી હતી. પરંતુ સુરત ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો.

Advertisement

14 રાજ્યમાં ફેલાયેલી છે ગેંગ

ડીસીપી ભાવેશ રોઝિયાના જણાવ્યા અનુસાર ઈરાની ડેરાનો મુખ્ય નેતાનું સાચું નામ અબ્બાસ અલી છે, પરંતુ તે ગુનાહિત દુનિયામાં રાજુ ઈરાની અને રહેમાન ડકેત તરીકે કુખ્યાત છે. રાજુ ઈરાની હેઠળ 6થી વધુ ગેંગ કામ કરે છે, અને આ ગેંગ 14 રાજ્યોમાં ફેલાયેલી છે. ચોરીઓ ક્યાં થશે, કઈ ગેંગને કયા રાજ્યમાં મોકલવામાં આવશે અને કયો ગુનો કરવામાં આવશે - બધું રાજુ ઈરાની દ્વારા નક્કી કરવામાં આવે છે.

Advertisement

Surat : વૈભવી જીવનનો શોખ

રાજુ ઈરાની અને તેના ભાઈ ઝાકીર અલીએ તેમના ગુનાહિત મોજશોખમાં રુપિયા ખર્ચ કરે છે. તેમની પાસે લક્ઝરી કાર, મોંઘી બાઇક અને ઘોડા પણ હતા. તેઓ ભાગ્યે જ પોતે ગુનો કરવા જતા હતા, પરંતુ દરેક ગુનાને તેઓ તેમની ગેંગના સભ્યો પાસે કરાવતા હતો. તેઓ જ બધું નક્કી કરતા હતા, જેમાં ચોરાયેલી વસ્તુઓ ક્યાં વેચવી સહિતની વસ્તુનો સમાવેશ થાય છે.

કુખ્યાત આરોપી સુરતથી ઝડપાયો

ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં, ભોપાલ પોલીસે ઈરાની ડેરામાં એક મોટું કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. 150 થી વધુ લોકોની તપાસમાં મહિલાઓ સહિત 34 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, રાજુ ઈરાની ભાગી ગયો હતો. મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં ફર્યા પછી, તે આખરે સુરત પહોંચ્યો. કદાચ બીજા મોટા ગુનાની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ આ વખતે, સુરત ક્રાઈમ બ્રાન્ચની સતર્કતાએ તેને સમયસર પકડી લીધો છે.

આ પણ વાંચોઃ Bhavnagar: નવનીતભાઈ બાલધિયાને હોસ્પિટલમાંથી રજા, આવતીકાલે આરોપીઓનું શું થશે?

Tags :
Advertisement

.

×