Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : વરિયાવમાં ખુલ્લી ગટરમાં પડી જતાં માસૂમનાં મોત મામલે અંતે પોલીસે નોંધ્યો ગુનો

ફરિયાદ ના નોંધાય ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો હતો ઇનકાર
surat   વરિયાવમાં ખુલ્લી ગટરમાં પડી જતાં માસૂમનાં મોત મામલે અંતે પોલીસે નોંધ્યો ગુનો
Advertisement
  1. Surat નાં વરિયાવમાં ખુલ્લી ગટરમાં પડી જતાં બાળકનાં મોતનો મામલો
  2. પરિવારજનો, સમાજનો લોકોનાં વિરોધ બાદ અંતે પોલીસે ગુનો નોંધ્યો
  3. જ્યાં સુધી ફરિયાદ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો કર્યો હતો ઇનકાર
  4. જવાબદાર અધિકારી અને તપાસમાં નીકળે તેવા લોકો વિરુદ્ધ ફરિયાદ

સુરતનાં (Surat) વરિયાવ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી જતાં બે વર્ષનાં માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. બાળકને બચાવવા માટે NDRF ની ટીમ સહિત ફાયર વિભાગનાં 100 થી વધુ જવાનોએ કલાકો સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું હતું. પરંતુ, ઊંડી ગટરમાંથી બાળકને જીવિત બહાર કાઢવામાં સફળતા મળી નહોતી અને ટીમને બાળકનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાને લઈ બાળકનાં પરિવારજનો સહિત લોકોમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ છે. લોકોએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા માગ કરી છે. લોકોનાં વિરોધને જોઈ અંતે પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

Advertisement

બાળકનાં મોત મામલે પોલીસે નોંધ્યો ગુનો

માહિતી અનુસાર, સુરતનાં (Surat) વરિયાવ વિસ્તારની ઘટનામાં અમરોલી પોલીસે (Amroli Police) વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સુરત મહાનગરપાલિકાનાં (SMC) જે તે સબંધિત વિભાગનાં અધિકારીઓ અને તપાસમાં નીકળે તેવા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. મૃતક બાળકનાં પિતા શરદ અમૃતલાલ વેગડ દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે મોડી રાત સુધી સ્મીમેર હોસ્પિટલ ખાતે ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Rajkot : જેતપુરમાં Hit and Run, બેફામ આવતા કારચાલકે બાઇકસવારનો ભોગ લીધો!

ફરિયાદ ના નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો કર્યો હતો ઇનકાર

જણાવી દઈએ કે, બાળકનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટ્યું છે. સાથે જ નઘરોળ તંત્ર સામે ભારે રોષ પણ છે. પરિવાર અને સમાજનાં લોકો ઘરણાં પર બેઠા છે અને ન્યાયની માગ કરી રહ્યા છે. જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધવામાં આવે ત્યાં સુધી બાળકનો કબજો સ્વીકારવાનો પરિવાર અને સમાજનાં લોકોએ ઇનકાર કર્યો હતો. જો કે, હવે પોલીસ દ્વારા ફરિયાદ લેવાતા આજે પરિવાર દ્વારા બાળકનો મૃતદેહ સ્વીકારવામાં આવશે. માહિતી અનુસાર, સ્મીમેર (Smimmer Hospital) ખાતે પોલાસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો - VADODARA : માથાભારેનો આતંક, શ્રમિકોને મારી કંપનીમાં વાહન-મટીરીયલ ફૂંકી માર્યા

ઘટનાનાં 24 કલાક બાદ માસૂમનો મૃતદેહ મળ્યો

જણાવી દઈએ કે, બુધવારે બે વર્ષનું માસૂમ બાળક કેદાર વેગડ ડ્રેનેજની ખુલ્લી કૂંડીમાં પડી ગયું હતું. ડ્રેનેજની કુંડીનું ઢાંકણું ખુલ્લું હોવાથી આ ઘટના બની હોવાનું લોકોએ જણાવ્યું હતું. ઘટનાનાં 24 કલાક બાદ માસૂમનો મૃતદેહ દોઢ કિલોમીટર દૂર સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટમાંથી મળી આવ્યો હતો. પરિવાર અને સમાજનાં લોકોએ ધરણા કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.

આ પણ વાંચો - VADODARA : SMC ની ટીમ પર હુમલો કરનાર માથાભારે હથકડીમાં કેદ

Tags :
Advertisement

.

×