Surat માં ફૂટપાથ પરથી અપહરણ થયેલી બાળકી મળી, માતા સાથે થયું મિલન
- Surat માં ફૂટપાથ પર સૂતેલી માતાના પડખામાંથી બાળકીનું અપહરણ
- સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે તપાસ શરૂ કરી
- પોલીસના ડરથી આરોપી બાળકીને રતલામ પાસે છોડીને ફરાર થયો
- ક્રાઈમ બ્રાન્ચે માસૂમ બાળકીને શોધી કાઢી માતા સાથે મિલન કરાવ્યું
Surat: સુરતના કાપોદ્રા (Kapodra) વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના બની હતી, જેમાં એક માતાના પડખામાંથી તેની ત્રણ વર્ષની માસૂમ બાળકીનું અપહરણ (Kidnapping) કરવામાં આવ્યું હતું. મૂળ વતનને છોડીને ઘરેલું ઝઘડાના કારણે સુરત આવેલી મહિલા માટે આ આઘાતજનક ઘટના હતી. શહેરના ગીચ વિસ્તારમાંથી બાળકી ગુમ થતા સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) તાત્કાલિક હરકતમાં આવી હતી. જે બાદ લાંબી શોધખોળ બાદ 60 કિમી દૂરથી બાળકીને શોધીને તેની માતાને પરત કરી છે.
પતિને છોડી પત્ની Surat આવી હતી
મળતી માહિતી મુજબ, એક 30 વર્ષીય યુવતી તેના પતિ સાથેના ઝઘડા (Dispute) બાદ ઘરેથી નીકળી ગઈ હતી. આ મહિલા પોતાની આઠ અને દસ વર્ષની બે મોટી દીકરીઓને ઘરે મૂકીને માત્ર ત્રણ વર્ષની નાની બાળકીને સાથે લઈને સુરત આવી હતી. તે તેના પરિચિત (Acquaintance) વિકી નામના યુવક સાથે સુરત આવી પહોંચી હતી. સુરતમાં કોઈ રહેઠાણ ન હોવાને કારણે તેઓ છેલ્લા બે દિવસથી નાના વરાછા બ્રિજ પાસે આવેલ જાહેર શૌચાલયની નજીક ફૂટપાથ (Footpath) પર રાત વિતાવતા હતા.
અજાણ્યા શખ્સ દ્વારા અપહરણનું કાવતરું
ઘટનાની રાત્રે ફૂટપાથ પર પીડિત મહિલા અને તેની બાળકી સાથે અન્ય 50 જેટલા ઘરવિહોણા લોકો પણ સૂતા હતા. ભરનિદ્રામાં રહેલી માતાના પડખામાંથી એક અજાણ્યો શખ્સ માસૂમ બાળકીને ઉઠાવીને રફુચક્કર થઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ (Technical Surveillance) દ્વારા જાણવા મળ્યું કે આરોપી બાળકીને લઈને સુરત રેલવે સ્ટેશન પહોંચ્યો હતો અને રાત્રે 10 વાગ્યાના આસપાસ ઉપડતી ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને ભાગી છૂટ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચનું સફળ ઓપરેશન અને રિકવરી
બાળકીના અપહરણની ગંભીરતા સમજીને સુરત ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસની ટીમોએ ટેકનિકલ માધ્યમો દ્વારા આરોપીનો પીછો કર્યો હતો. પોલીસની ભીંસ (Pressure) વધતી જોઈ આરોપી ડરી ગયો હતો. મધ્યપ્રદેશના રતલામથી 60 કિલોમીટર દૂર અંતરિયાળ વિસ્તારમાં બાળકીને લઈ આરોપી નાસી છૂટ્યો હતો, જે બાદ આરોપી બાળકીને ત્યાં જ ત્યજી દઈને ફરાર (Absconding) થઈ ગયો હતો.
આરોપીને પકડી પાડવા તપાસ તેજ
સુરત ક્રાઈમ બ્રાન્ચને બાળકી તે વિસ્તારમાંથી હેમખેમ મળી આવતા સમગ્ર પોલીસ બેડા અને રડી રહેલી માતાએ રાહતનો શ્વાસ (Sigh of relief) લીધો છે. બાળકી અત્યારે સુરક્ષિત છે અને તેને પરત લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોકે, આરોપી અંધારાનો લાભ લઈને ભાગી છૂટવામાં સફળ રહ્યો છે, જેની ધરપકડ (Arrest) કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચોઃ Modasa: શિક્ષક ભણાવવાનું ભૂલ્યા અને નશામાં ઝૂલ્યા! શું આ રીતે ભણશે ગુજરાત?


